રાજ્યના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ આજે પોતાના મતવિસ્તાર વાપી નગરપાલિકા વિસ્તારમાં વિકાસના અનેક કામો ના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યું હતું.. સાથે જ વાપીની જનસેવા હોસ્પિટલ માં કેન્સરના નિદાન માટે ઓપીડી નો પ્રારંભ કરાવ્યો હતો ..મહત્વપૂર્ણ છે કે આ વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.. આથી પોતાના મતવિસ્તારોમાં ધારાસભ્યો અને રાજ્ય સરકારના મંત્રીઓ પોતાના મત વિસ્તારમાં વિકાસના તૈયાર થયેલા કામોનું લોકાર્પણ અને વિકાસના તૈયાર થનાર કામોના ખાતમુહૂર્તની કાર્યક્રમમાં ઝડપ વધારી છે ..આજે નાણામંત્રી કનુભાઇ દેસાઈએ પોતાના મતવિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇનના ખાતમુહૂર્ત અને વાપી નગરપાલિકા વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રોડના કામનું કામોનું લોકાર્પણ કર્યું હતું ..આમ આજે કનુભાઇ દેસાઇએ પોતાના મતવિસ્તાર વાપી નગરપાલિકામાં અંદાજે 70 લાખથી વધુના ખર્ચે તૈયાર થનાર કામોના ખાતમુહૂર્ત અને તૈયાર થયેલા કામોનું લોકાર્પણ કર્યું હતું.. વાપીની સેવાભાવી શ્રેયસ મેડીકેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત જનસેવા હોસ્પિટલ માં કેન્સરના નિદાન અને સારવાર માટેની સુવિધા શરૂ કરવામાં આવી છે ..આથી આજે રાજ્યના નાણા મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે વાપીની જાણીતી જનસેવા હોસ્પિટલમાં કેન્સરના નિદાન અને સારવાર માટે ઓ.પી.ડી નો પ્રારંભ કરાવ્યો હતો.. આ વખતે વાપીના અનેક સામાજીક અને રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.. આમ સેવાના ભાવનાથી ચાલતી વાપી જનસેવા હોસ્પિટલ ના ટ્રસ્ટીઓ અને સંચાલકોને નાણામંત્રીએ ઉમદા હેતુ માટે બિરદાવ્યા હતા.. અને આવનાર સમયમાં પણ ટ્રસ્ટ દ્વારા આવી સેવાની ભાવના યથાવત રહે તેવી પણ અપેક્ષા વ્યક્ત કરી હતી..