વાપીના કરવડ ગામે મોડી રાતે ભંગાર ના ગોડાઉન માં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગ ને કારણે એક સાથે પાંચ ભંગારના ગોડાઉન આગમાં સ્વાહ થઇ ગયા હતા. ઘટના ની જાણ ફાયર વિભાગ ને થતા તાત્કાલિક આવી પહોંચતા 8 થી 9 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગને પગલે લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. આગની ઘટના માં કોઈ જાનહાની થઇ ન હતી પરંતુ રહેઠાણ વિસ્તાર હોવાથી લોકો ના જીવ તાળવે ચોટયા હતા. છાશવારે આગના બનાવો બનવા છતાં તંત્ર મૌન ધારણ કરતા અનેક પ્રશ્નાર્થ ઉઠી રહ્યા છે ત્યારે વારંવાર બનતી આગ ની ઘટના પર તંત્ર ધ્યાન દોરે તે જરૂરી બની રહ્યું છે.