વસંત પંચમીનો પર્વ અજ્ઞાનને દૂર કરી પ્રકાશ તરફ લઈ જાય છે. બાળકોની શિક્ષા દીક્ષા માટે આ દિવસ શુભ મનાય છે. આથી જ કામરેજની વશિષ્ઠ વિદ્યાલય ખાતે આજે વિદ્યાની દેવી મા સરસ્વતીનું ધોરણ 9 થી 12ના વિદ્યાથીઓએ સ્કૂલમાં પૂજા કરી હતી. જ્યારે જુ.કે જી થી ધોરણ 8ના વિદ્યાથીઓએ ઓનલાઈન પૂજા કરીને મા સરસ્વતીને યાદ કર્યા હતા.
આપણા દેશમાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. વસંત પંચમીના દિવસે જ્ઞાનની અધિષ્ઠાત્રી સરસ્વતી દેવીનો જન્મ થયો હતો. તેથી આ દિવસે દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે.
વસંત પંચમીનો પર્વ અજ્ઞાનને દૂર કરી પ્રકાશ તરફ લઈ જાય છે. બાળકોની શિક્ષા દીક્ષા માટે આ દિવસ શુભ મનાય છે. જે ઉદ્દેશ્યથી શ્રી વસિષ્ઠ વિદ્યાલયના ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓએ શાળામાં જ પૂજા કરી હતી. જ્યારે જુ.કે.જી. થી ધો. 8 ના વિદ્યાર્થીઓએ ઓનલાઈન ઘરે રહીને જ પુસ્તક પૂજન અને સરસ્વતી પૂજન કરી મા સરસ્વતીના આશીર્વાદ મેળવ્યાં હતાં.
આ પ્રકારની ઉત્તમ પ્રવૃત્તિનું ઉમદા આયોજન કરવા માટે તેમજ કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના ચેરમેનશ્રી રમણિકભાઈ ડાવરીયા, ડાયરેકટરશ્રી વિજયભાઈ અને શ્રી રવિભાઈ ડાવરીયા તેમજ એજયુકેશનલ એડવાઈઝરશ્રી ડૉ. પરેશભાઈ સવાણી તેમજ શાળાના ઉર્જાવાન આચાર્યશ્રી મેહુલભાઈ વાડદોરીયા , પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી અશ્વિનભાઈ કરકરે સમગ્ર ટીમને તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી આભાર પ્રગટ કર્યો હતો.