વડોદરા શહેરમાં પોલીસ અને પાલીકા દ્વારા માસ્કના દંડની જે રકમ ઉઘરાવવામાં આવી છે. તે જાણીને તમે પણ ચોંકી જશો. અહીયા લોકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ ૧૪.૪૦ કરોડ જેટલી મોટી રકમ ઉઘરવવામાં આવી છે. દંડની રકમને લઈને અંદાજાે આવી જાય છે. કે વડોદરા શહેરમાં હજુ પણ લોકો માસ્કનું મહત્વ નથી સમજી શક્યા. કોરોના મહામારીમાં માસ્ક અને સોશિયલ ડિસટન્સિંગ આ બે વસ્તુઓની કાળજી રાખવી ખાસ જરૂરી છે.
પરંતુ તેમ છતા લોકો આ બંને વસ્તુઓનું મહત્વ નથી સમજી રહ્યા. લોકોની બેદરકારીને સંક્રમણ વધે છે. જેના કારણે સરકાર દ્વારા માસ્કના દંડની મસમોટી રકમ રાખવામાં આવી છે. તેમ છતા પણ ઘણા લોકો એવા છે કે જેઓ માસ્ક પહેરતાજ નથી. વડોદરા પોસીલ દ્વારા માસ્ક ન પહેર્યું હોય તેના કુલ ૧ લાખ ૭૦ હજાર કેસ નોંધાયા છે. તો બીજી તરફ પાલિકાની ટીંમ દ્વારા પણ ૪૩.૮૧ લાખનો દંડ ઉઘરાવવામાં આવ્યો છે. પહેલાથી સરકાર દ્વારા માસ્કના દંડની કરમ ૧ હજાર રૂપિયા રાખવામાં આવી છે. પરંતુ તેમ છતા અમુક લોકો માસ્ક નથી પહેરતા.
રાજ્યમાં હાલ કોરોના કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. જેથી સરકાર દ્વારા ધીરે ધીરે બધા પ્રતિબંધો હટાવામાં આવી રહ્યા છે. પરંતુ હાલ કોરોનાના નવા ડેલ્ટા પ્લસ વેરિએંટને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. કારણકે નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએંટને કારણે ત્રીડી લહેર આવી શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોના સામે લડવા માટે સરકાર દ્વારા પણ પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વેક્સિનેશનમાં હાલ ઘણો વધારો કરવામાં આવ્યો છે. પરંતુ જ્યા સુધી કોરોના નાબૂદ ન થાય ત્યા સુધી આપણે ગાઈડલાઈનનું પાલન કરવું પડશે તોજ તેનાથી સુરક્ષીત રહી શકીશું જેમા ખાસ કરીને માસ્ક આપણે ફરજિયાત જાહેર સ્થળો પર પહેરીનેજ રાખવું પડશે.