વડોદરા શહેરમાં ભાજપ ઉમેદવારોના ચૂંટણી પ્રચારની પ્રથમ સભા સાંજે 7ના સુમારે તરસાલી વિસ્તારમાં હતી, ત્યારે મંચ પર તેમની બાજુમાં જ બેઠેલા નર્મદા રાજયમંત્રીએ ” તમારી તબિયત સારી લાગતી નથી” તેવી હળવી સલાહસૂચક ટકોર મુખ્યમંત્રીને કરી હતી. ત્યારે મુખ્યમંત્રીએ પણ તબિયત થોડી ખરાબ હોવાની રાજયમંત્રીને વાત કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૃપાણી વડોદરાના તરસાલી અને સંગમ ચાર રસ્તા વિસ્તારની ચૂંટણી પ્રચાર સભા પતાવીને છેલ્લી સભા સંબોધવા માટે શહેરના નિઝામપુરા વિસ્તારમાં રાત્રે લગભગ આઠ વાગ્યાના સુમારે પહોંચ્યા હતા.
પ્રારંભમાં સ્થાનિક અગ્રણીઓએ ચૂંટણીલક્ષી પ્રવચન કર્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૃપાણીએ સભાને સંબોધતા મક્કમ સ્વરે ચેતવણીના સ્વરમાં જણાવ્યું હતું કે ગુંડાઓ વિરૃધ્ધ ગુજસીટોક અને પચાવી ન પાડે તે માટે લેન્ડ ગ્રેબિંગ એકટ અમલમાં લાવ્યા બાદ હવે આવતી વિધાનસભામાં લવ જેહાદનો કાયદો અમે લાવવાના છે. કડક કાયદા બનાવીએ છીએ. કાયદો વ્યવસ્થાની ચિંતા પણ કરીએ,
આટલું કહ્યું પછી તેમણે વિકાસની પ્રાથમિક શરત એ છે કે એટલું બોલ્યા પછી અચાનક જ તેમનો સ્વર એકદમ જ ધીમો પડી જતાં તેમની નજીકે ઉભેલા એક સતર્ક સિક્યુરિટિ ઓફિસર તુરત જ મુખ્યમંત્રીની પાછળ લગોલગ આવીને ઊભા રહ્યા હતા, બરાબર તે જ ક્ષણે મુખ્યમંત્રી મંચ પર ઢળી પડયા હતા. ત્યારે સિક્યુરિટિએ તેમજ મંચ પર હાજર નેતાઓએ ક્ષણાર્ધમાં તેમની નજીક જઈ મુખ્યમંત્રીને ટેકો દઈ ઊભા કરીને ખુરશીમાં બેસાડયા હતા.
સ્ટેજ પર ઉપસ્થિત સાંસદ શહેર ભાજપ પ્રમુખ પૂર્વ મેયર પ્રદેશ મહામંત્રી સહિતના અગ્રણીઓ સહી બધા જ લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા. મુખ્યમંત્રીને સ્ટેજ પર ડોકટરોએ તપાસીને તાત્કાલિક સારવાર આપ્યા બાદ એમ્બ્યુલન્સ દ્વારા તેમને સીધા એરપોર્ટ પર લઈ જવામાં આવ્યા હતા. જ્યાં થોડો સમય આરામ કર્યા ડોકટરોની બીજી ટીમે પણ તેમને તપાસ્યા પછી હવાઈ માર્ગે ગાંધીનગર જવા રવાના થયા હતા.