વડોદરાના નાગરવાડા વિસ્તારમાં લવ જેહાદ ના ચકચારી બનાવ માં આખરે યુવતી ના પિતા ફાની દુનિયા છોડી જતા રહેતા યુવતી ઘરે આવી પિતા ના મૃતદેહ પાસે બેસીને રડવા લાવી હતી.
વદોડરા માં રહેતી બ્રાહ્મણ યુવતીએ મુસ્લિમ યુવક સાથે ધર્મ પરિવર્તન કરીને લગ્ન કરી લેવા ના બનાવે ભારે રાજ્યભરમાં ભારે ચકચાર મચાવી હતી અને લવ જેહાદ ના આ કિસ્સા માં વડોદરા શહેરના સાંસદથી લઇને અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓએ યુવતીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને પથારીવશ પિતાએ પણ હું મારી દીકરીને ઘરે પરત લાવીને જ ઝંપીશ તેમ જણાવ્યું હતું. જો કે, હાલ સગા સબંધીને ત્યા રહેતી આ યુવતી પોતાના ઘરે પરત ફરે તે પહેલા જ યુવતીના બિમાર પિતાનું રવિવારે મૃત્યુ થતાં ગમગીની ફેલાઇ હતી.
તા.16 ડિસેમ્બરના રોજ નાગરવાડાની યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હોવાની વિગતો સપાટી પર આવી હતી અને યુવતીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થતાં જ મામલો કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને ભારે ઉત્તેજના ફેલાઇ હતી. આખરે યુવતીને એક મહિલા કાર્યકરના ઘરે મોકલવામાં આવી હતી અને યુવકને તેના ઘરે પરત જવા દેવામાં આવ્યો હતો.
યુવતીના પિતા બીમાર રહેતા હોવા છતાં તેમણે પોતાની દીકરીને પરત લાવીને જ ઝંપશે તેમ જણાવ્યું હતું. દીકરી ભાગી ગઇ હોવાની જાણ થતાં તેઓ ખૂબ જ દુ:ખી થઇ ગયા હતા.શહેરના અનેક રાજકીય અગ્રણીઓ તેમજ સામાજિક કાર્યકરોએ યુવતીનું સતત કાઉન્સેલિંગ કર્યું હતું. યુવતીના ભાઇએ મારી બહેન સંબંધીના ઘરે જ છે, તે ક્યાંય જવાની નથી, તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. યુવતી પિતાના મૃતદેહ પાસે આક્રંદ કરતી નજરે પડી હતી.
ધર્મ પરિવર્તન કરનાર યુવતીને રવિવારે પિતાનું મૃત્યુ થયું હોવાની જાણ થતાં તે પિતાના ઘરે પરત આવી હતી. હાલ સંબંધીને ત્યાં રહેતી યુવતીને બીમાર પિતાના મૃત્યુના સમાચાર મળતાં તે પિતાના ઘરે આવી હતી. રાત્રે પિતાના દેહ સામે બેસીને રડી હતી. સોમવારે તેના પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે આમ વડોદરા માં લવ જેહાદ ના કિસ્સા માં યુવતી ના પિતા એ દમ તોડી દેતા અહીં ભારે ગમગીની નો માહોલ જોવા મળી રહ્યો છે.