નવી દિલ્હી, 05 ડિસેમ્બર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરે સંસદ ભવનના નવા મકાનનો શિલાન્યાસ કરશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, ‘વડા પ્રધાન ગુરુવારે સંસદ ભવનના નવા મકાનના નિર્માણ માટે ભૂમિપૂજન કરશે. આ સાથે, લગભગ 100 વર્ષ પછી દેશને નવી સંસદ બિલ્ડિંગ મળશે.’
અદ્યતન સુવિધાઓથી સજ્જ નવા સંસદ ભવનના નિર્માણ માટે, લગભગ 865 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. અમદાવાદના આર્કિટેક્ટ બિમલ પટેલે નવી સંસદ ભવનની રચના કરી છે. આ બિલ્ડિંગનું નિર્માણ ટાટા કંપનીને આપવામાં આવ્યું છે. આ નવા પ્રોજેક્ટનું નામ સેન્ટ્રલ વિસ્ટા રાખવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટ હેઠળ, ઇન્ડિયા ગેટની આજુબાજુ 10 વધુ ઇમારતો બનાવવામાં આવશે. જેમાં 51 મંત્રાલયોની કચેરીઓ હશે. હાલમાં તમામ મંત્રાલયોની કચેરીઓ વિવિધ બિલ્ડિંગોથી ચલાવવામાં આવી રહી છે.
નવું સંસદ ભવન હાલના સંસદ ભવન સંકુલમાં, અને તેની આસપાસ બનાવવામાં આવી રહ્યું છે. નવા બિલ્ડિંગના નિર્માણ સુધી, હાલની સંસદ ભવનમાં જ સત્ર સભાઓ અને અન્ય કાર્યો ચાલુ રહેશે. હાલની ઇમારત એકદમ જુની છે અને તેના તમામ ભાગો જર્જરિત હાલતમાં છે. જેને સમારકામ કરવાની જરૂર છે.
ત્રિકોણ આકારમાં નવું સંસદ ભવન વર્ષ 2022 સુધીમાં નિર્માણ થવાની સંભાવના છે. આ અંતર્ગત જૂની ઇમારતની બંને બાજુ ત્રિકોણાકાર આકારમાં બે બિલ્ડિંગ બનાવવામાં આવશે. જૂનું સંસદ ભવન ગોળાકાર આકારનુ છે. નવી બિલ્ડિંગ જૂની બિલ્ડિંગની નજીક હશે. બંનેમાં સાથે કામ થશે. લોકસભામાં હાલમાં 590 સભ્યોની બેઠક ક્ષમતા છે. જ્યારે નવી લોકસભામાં 888 બેઠકો હશે. આ ઉપરાંત મુલાકાતીઓની ગેલેરીમાં 336 લોકોની બેસવાની વ્યવસ્થા રહેશે. રાજ્યસભામાં સભ્યોની બેસવાની ક્ષમતા 280 થી વધીને 384 થઈ જશે. સંયુક્ત સત્ર દરમિયાન, નવી લોકસભામાં જ 1272 થી વધુ સાંસદ બેસી સકશે.