વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધનને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. ટ્વિટર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ” હર્ષ વર્ધનને જન્મદિવસની શુભકામના. તે ભારતને સ્વસ્થ રાખવા તેમજ વિજ્ઞાન અને નવીનતામાં, નાગરિકોની રુચિ વધારવાનુ નોંધપાત્ર કામ કરી રહયા છે. જાહેર સેવા કરવા માટે, આપને સ્વસ્થ અને લાંબુ આરોગ્ય પ્રદાન થતુ રહે એવી કામના. ”
ડો. હર્ષવર્ધન ભાજપના વરિષ્ઠ નેતા અને ચાંદની ચોક લોકસભા મત વિસ્તારના સાંસદ છે. હર્ષવર્ધન મોદી સરકારમાં આરોગ્ય અને વિજ્ઞાન અને તકનીકી પ્રધાન છે. હર્ષવર્ધન દિલ્હીના કૃષ્ણનગર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. વૈશ્વિક કોરોના સંકટની છાયામાં, ડો.હર્ષવર્ધન કોરોના સામેના અભિયાનનુ નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે એક મહેનતુ સંચાલક તરીકેની પ્રતિષ્ઠા ઉભી કરી છે.