મુંબઈ, નવી દિલ્હી, 07 ડિસેમ્બર દક્ષિણ મુંબઈના લાલબાગ વિસ્તારમાં એલપીજી વિસ્ફોટ કેસમાં ઈજાગ્રસ્ત મહિલા સુશીલા બાગરે (62) નુ મોત નીપજ્યુ છે. આ ઘટનામાં 15 ઇજાગ્રસ્તોની સારવાર, કેઇએમ અને મસિના હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. ઘાયલ થયેલા 13 લોકોની હાલત ચિંતાજનક છે.
મળતી માહિતી મુજબ લાલબાગના ગણેશ ગલીમાં આવેલી, ત્રણ માળની સારાભાઇ ઈમારત માં રવિવારે સવારે, એલપીજી ગેસ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં કુલ 20 લોકો ઘાયલ થયા છે. તેમાંથી 4 લોકોને નજીવી સારવાર બાદ ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઘાયલ થયેલા માં પ્રથમેશ મુંગે, રોશન અંધારી, મંગેશ રાણે, જ્ઞાનદેવ સાવંત, વિનાયક શિંદે, ઓમ શિંદે, યશ શિંદે, કરીમ, મિહિર ચવ્હાણ, મમતા મુંગેની સારવાર કેઇએમ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. જ્યારે વૈશાલી હિમાંશુ, ત્રિશા, બિપીન અને સૂર્યકાંતની મસીના હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કેઈએમ હોસ્પિટલના વડા હેમંત દેશમુખના જણાવ્યા મુજબ, આ તમામની સારવાર અનુભવી ડોકટરોની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.
સોમવારે મસિના હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સુશીલાનુ અવસાન થયુ છે. જ્યારે અહીં દાખલ અન્ય ચારની સારવાર ચાલી રહી છે. અહીં સારવાર લઈ રહેલા ચારેયની હાલત ચિંતાજનક છે.
સ્થાનિક કાઉન્સિલર અનિલ કોકિલના જણાવ્યા અનુસાર, ‘સારાભાઇ બિલ્ડિંગમાં રહેતા મંગેશ રાણે પેવેલિયન ડેકોરેટરનો ધંધો કરે છે. તેના ઘરે લગ્નનો કાર્યક્રમ હતો. આથી જ તેના ઘરે સબંધીઓ આવ્યા હતા. મંગેશ રાણે આ ઈમારતના એક મકાનમાં પેવેલિયન ડેકોરેટરનો માલ પણ રાખ્યો હતો, તેમાં ગેસ સિલિન્ડર પણ હતા. રવિવારે સવારે ગેસ સિલિન્ડર અચાનક લીક થવા લાગ્યુ. આ લિકની માહિતી મળ્યા બાદ, લોકો ત્યાંથી ભાગતા હતા, કે અચાનક સિલિન્ડર ફાટ્યો. આ બનાવમાં સારાભાઇ બિલ્ડિંગના 4 મકાનોની દિવાલો પડી ગઈ હતી. આ ઘટના બાદ અહીંના રહેવાસીઓને નજીકની હોટલમાં રાખવામાં આવ્યા છે. બિલ્ડિંગમાં ક્ષતિગ્રસ્ત મકાનોને સુધારવાનુ કામ એચએમડીએ કરી રહ્યુ છે.