લદ્દાખ મોરચે ભારત સામે હજારો ચીની સૈનિકોની તૈનાતી કરવી ચીનને ભારે પડી રહી છે.હાડ ગાળી નાંખે તેવી ઠંડીમાં ચીની સૈનિકોના મોત થઈ રહ્યા છે અને હવે ડ્રેગને ભારતીય સૈનિકોનો મુકાબલો કરવા માટે આ મોરચા પર રોબોટ તૈનાત કરવા માંડ્યા છે.
મીડિયાના અહેવાલો પ્રમાણે ચીને ડઝનબંધ હથિયાર સજ્જ માનવ રહિત મશિનો એટલે કે રોબોટ આ વિસ્તારમાં મોકલ્યા છે.જેમને મોટાભાગે લદ્દાખ મોરચા પર તૈનાત કરવામાં આવ્યા છે.આ વિસ્તારમાં ભારત અને ચીન એમ બંને દેશો તરફથી પચાસ હજાર જેટલા સૈનિકો તૈનાત છે.ચીનના માનવ રહિત વાહનો પર હળવી મશિનગનો ફિટ કરવામાં આવી છે. ભારતની એક ન્યૂઝ ચેનલના અહેવાલ અનુસાર ચીને કુલ આવા ૮૮ રોબોટ સીમા પર મોકલ્યા છે.
આ સિવાય બીજા બખ્તરબંધ વાહનોનો સમાવેશ થાય છે.જે ગમે તેવા ખરાબ રસ્તા પર આગળ વધી શકે છે અને તેના પર તોપ, હેવી મશિનગન, મોર્ટાર, મિસાઈલ લોન્ચર ફિટ કરી શકાય છે.
ચીન આ પ્રકારના હવાતિયા મારી રહ્યુ છે તેનુ કારણ એ છે કે, લદ્દાખ મોરચે ભારત સામે સૈનિકો તૈનાત કરવાનો ર્નિણય તેને ભારે પડી રહ્યો છે.કારણકે અહીંયા જાનલેવા ઠડીમાં ચીની સૈનિકો એક પછી એક મોતને ભેટી રહ્યા છે.ચીની સેનાના આ વિસ્તારના કમાન્ડર ઝાંગ જુડોંગનુ પણ મોત થયુ હતુ.તેઓ ૬ મહિના જ આ વિસ્તારની ઠંડી સહન કરી શક્યા હતા