Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»લખનૌ પોલીસને કંટ્રોલ રૂમ ૧૧૨ પર ધમકી મળી યુપીના લખનૌ મેટ્રો સ્ટેશનને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી
    India

    લખનૌ પોલીસને કંટ્રોલ રૂમ ૧૧૨ પર ધમકી મળી યુપીના લખનૌ મેટ્રો સ્ટેશનને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 9, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજધાની લખનૌના મેટ્રો સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યારબાદ રાજધાનીના દરેક મેટ્રો સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. મેટ્રો સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપતી આ માહિતી પોલીસ કંટ્રોલ રૂમ ૧૧૨ પર મળી છે. આ માહિતી મળતાં જ પોલીસે ચારબાગથી હઝરતગંજ સુધી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે.
    શુક્રવારે લખનૌના પોલીસ કંટ્રોલ રૂમ ૧૧૨ને મેટ્રો સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી મળી હતી. ફોન કરનારે હઝરતગંજ મેટ્રો સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપી હતી. લખનૌ પોલીસે આ અંગે માહિતી આપી છે. ફોન કરનારે બોમ્બ બ્લાસ્ટની માહિતી આપ્યા બાદ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો. મેટ્રો સ્ટેશનો પર સઘન પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.

    ધમકી મળતા જ કેટલાક મેટ્રો સ્ટેશનો પર બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મેટ્રો સ્ટેશનો પર ડોગ સ્કવોડ સહિત ભારે ફોર્સ તૈનાત કરવામાં આવી છે. રાત્રે ૧૦ઃ૦૦ વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકીભરી સૂચના મળી હતી. ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે સ્ટેશન પર બોમ્બ રાખવામાં આવ્યો છે અને રાત્રે ૧૧ઃ૪૦ વાગ્યે બ્લાસ્ટ થશે. આ વાતની જાણ થતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.
    આ માહિતી મળતા જ એસીપી હઝરતગંજ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે અનેક ઈન્સ્પેક્ટર લખનૌના હઝરતગંજ મેટ્રો સ્ટેશન પર પહોંચ્યા હતા. સૂત્રોનું માનીએ તો ધમકી મળ્યા બાદ પોલીસે રાત્રે લગભગ ૧૨ઃ૦૦ વાગ્યા સુધી મેટ્રો સ્ટેશનો પર સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.

    આ ઉપરાંત ચુસ્ત સુરક્ષા સાથે ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચારબાગ મેટ્રો સ્ટેશન પર પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
    આ મામલે હઝરતગંજના એસીપી અરવિંદ કુમાર વર્માએ જણાવ્યું કે, હજરતગંજ મેટ્રો સ્ટેશનને ઉડાવી દેવા માટે ગઈકાલે રાત્રે પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનું નામ રમેશ શુક્લા હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે સ્ટેશનને ઉડાવી દેવાની યોજના બનાવવામાં આવી છે. આખા મેટ્રો સ્ટેશનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ મોડી રાત સુધી પોલીસને કોઈ બોમ્બ નથી મળ્યો. હજુ પણ તપાસ ચાલું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Maharashtra Municipal Council Elections: 2 ડિસેમ્બરે મતદાન છે, પરંતુ ભાજપે ઘણા વોર્ડમાં ઉમેદવારી પત્રો ભર્યા છે

    November 22, 2025

    Job 2025: RRB ભરતી 2025, નવી અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર છે

    November 18, 2025

    Job 2025: AIIMS માં નોકરી મેળવવાની સુવર્ણ તક: ડિસેમ્બર સુધીમાં અરજી કરો, પાત્રતા માપદંડ જુઓ

    November 15, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.