કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલી અર્પિત કરવા રાજઘાટ પહોંચ્યા હતા. તે દરમિયાન તેમણે પૂર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી વાજપેઇની સમાધી પર પણ શ્રધ્ધાંજલી અર્પિત કરી હતી. ત્યારે બીજેપીનાં કાર્યકર્તાઓએ નારા લગાવીને સોનિયા ગાંધીના એક નિવેદન પર રાહુલ ગાંધી પાસે માફીની માંગ કરી હતી.
સમગ્ર વાત એમ હતી કે બીજેપીનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ સોનિયા ગાંધીનાં વાજપેયી પર કરેલા તીક્ષ્ણ પ્રહારો સામે વાંધો ઉઠાવ્યો હતો. અટલ બિહારી વાજપેયી અંગે સોનિયા ગાંધીએ સમગ્ર દેશમાં તેમને કફન ચોર ગણાવીને તેમનું અપમાન કર્યું હતું એટલું જ નહીં તેમને અંગ્રેજાેનાં જાસૂસ પણ કહ્યાં હતા અને આજે તેમને દિકરો વાજપેયીજીની સમાધી પર શ્રધ્ધાંજલી આપી રહ્યો છે એ વાત તેમની ચિંતાનું કારણ બની હતી. તેમનું કહેવું હતું કે સોનિયાજીનાં આ નિવેદનથી વાજપેયી તે સમય ખૂબ દુઃખી થયા હતા.