Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»રાહુલે બીઆરએસને બીજેપીની બી ટીમ ગણાવી કર્ણાટકમાં જીત્યા એટલે રાહુલ હદ પાર કરે છે ઃ જી કિશન રેડ્ડી
    India

    રાહુલે બીઆરએસને બીજેપીની બી ટીમ ગણાવી કર્ણાટકમાં જીત્યા એટલે રાહુલ હદ પાર કરે છે ઃ જી કિશન રેડ્ડી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 3, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    તેલંગાણામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બીઆરએસને બીજેપીની બી ટીમ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, કેસીઆરનું રિમોટ કંટ્રોલ પીએમ મોદી પાસે છે. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ પલટવાર કર્યો છે. જી કિશન રેડ્ડીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, રાહુલ ગાંધી હદથી આગળ બોલી રહ્યા છે અને માત્ર એટલા માટે બોલી રહ્યા છે કારણ કે, તેમણે કર્ણાટકમાં એત ચૂંટણી જીતી છે.

    રેડ્ડીનું કહેવું છે કે, ભાજપ બીઆરએસકે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને આગામી ચૂંટણી નહીં લડશે. રાહુલ ગાંધીના બીઆરએસને ભાજપની બીટીમ તરીકે વર્ણવવા અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કોંગ્રેસે બીઆરએસસાથે સમાધાન કરીને તેલંગાણામાં ચૂંટણી લડી હતી. અમે બીઆરએસકે કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરીએ. કર્ણાટકમાં ચૂંટણી જીત્યા બાદ રાહુલ ગાંધી હદ વટાવી રહ્યા છે.

    રાહુલ ગાંધીએ તેલંગાણાના ખમ્મમમાં એક જાહેર સભાને સંબોધિત કરતા બીઆરએસ એટલે કે, ભાકતીય રાષ્ટ્રીય સમિતિને બીજેપીની બી ટીમ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ એટલે કે, ટીઆરએસ બીજેપીની બી ટીમ છે અને તેમણે પોતાનું નામ બદલીને બીઆરએસ સ્વીકાર કરી લીધુ છે. જેનો અર્થ ભાજપ સંબંધિત સમિતિ છે. તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ (ટીઆરએસ) હવે ભારતીય રાષ્ટ્રીય સમિતિ (બીઆરએસ) તરીકે ઓળખાય છે.

    આ સાથે જ તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખર રાવ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે કેસીઆર અને તેમની પાર્ટીના નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપોએ તેમને બીજેપીના આધીન બનાવી દીધા છે.
    તેમણે કહ્યું કે તેલંગાણા અને તેના યુવાનોએ એક વાત સમજવી જાેઈએ કે કેસીઆર તેમના ભ્રષ્ટાચારના કારણે વડાપ્રધાન મોદીના નિયંત્રણમાં છે. આટલું જ નહીં તેમણે મોટો દાવો કર્યો હતો કે દારૂ કૌભાંડમાં કેસીઆર દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર અંગે તમામ એજન્સીઓને ખબર છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Petrol Pump: ભારત 1 લાખ પેટ્રોલ પંપ નેટવર્કને પાર કરી ગયું, વિશ્વનું ત્રીજું સૌથી મોટું દેશ બન્યું

    December 25, 2025

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.