રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વૈશ્વિક કોરોના સંકટ ની વચ્ચે કર્ણાટક અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 4 ફેબ્રુઆરીની સાંજે બેંગલુરુ જવા રવાના થશે. તેઓ 5 ફેબ્રુઆરીએ બેંગલુરુ ના યેલહંકા ખાતેના એરફોર્સ બેઝ પર “એરો-ઇન્ડિયા -21” ના સમાપન સમારોહને સંબોધન કરશે.
6 ફેબ્રુઆરીએ, તેઓ કર્ણાટકના કોડાગુ જિલ્લાના માડિકેરી ખાતેના જનરલ થિમય્યા ના પૂર્વજોના મકાનમાં સંગ્રહાલયનું ઉદઘાટન કરશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 7 ફેબ્રુઆરીએ રાજીવ ગાંધી આરોગ્ય વિજ્ઞાન વિદ્યાપીઠ, બેંગલુરુ ના 23 મા વાર્ષિક સ્નાતક સમારોહમાં હાજરી આપશે. નવી દિલ્હી પરત ફરતા પહેલા તે મદનપલ્લી ખાતે સત્સંગ ફાઉન્ડેશનના આશ્રમ અને આંધ્રપ્રદેશના સદામ ખાતેના પીપલ ગ્રોવ શાળા ની મુલાકાત લેશે.