24 ડિસેમ્બર (હિ.સ.). રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ શુક્રવારે દીવના ચાર દિવસીય પ્રવાસ માટે રવાના થશે.
રાષ્ટ્રપતિ સચિવાલય ગુરુવારે એક પ્રકાશન જારી કરીને જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ કોવિંદ 25 થી 28 ડિસેમ્બર દરમિયાન દીવની મુલાકાત લેશે.
રાષ્ટ્રપતિ કાર્યક્રમ :
25 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ, દીવમાં જાલંધર સર્કિટ હાઉસનું ઉદઘાટન કરશે.
26 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ, દીવમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે. જેમાં આઈઆઈઆઈ વડોદરા-આંતરરાષ્ટ્રીય કેમ્પસ દીવના પ્રથમ શૈક્ષણિક અધિવેશનનો પ્રારંભ, ઘોઘલા, સૌદવાડીમાં કમલેશ્વર શાળામાં એક શાળાના નિર્માણનો પાયો નાખવાનો કાર્યક્રમ, દીવ શહેરની દીવાલ પરના 1.3 કિલોમીટરના હેરિટેજ વોક-વે નું સમારકામ, હેરિટેજ પ્રેક્ટિક્સ (ઝમ્પા અને માર્કેટ સંરક્ષણ), ફોર્ટ રોડ પર ફળ અને શાકભાજીના બજારમાં સુધારો અને દીવ જિલ્લાના સમગ્ર શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે સંકલિત મ્યુનિસિપલ ઘન કચરો વ્યવસ્થાપન પ્રણાલીનો વિકાસ. રાષ્ટ્રપતિ તે જ દિવસે આઈએનએસ ખુખારી સ્મારકનું ઉદઘાટન પણ કરશે.
27 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિ, લાઇટ એન્ડ સાઉન્ડ શોના ઉદઘાટન માટે દીવ કિલ્લાની મુલાકાત લેશે.
રાષ્ટ્રપતિ, 28 ડિસેમ્બરે નવી દિલ્હી પરત ફરશે.