મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ઘોષણા કરી હતી કે કોવિડ -19 ના વધતા જતા મામલાઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં તમામ રાજકીય, ધાર્મિક અને સામાજિક મેળાવડાઓ સોમવારથી બંધ કરવામાં આવશે. ઠાકરેએ પોતાના ટેલીવિઝન સંબોધનમાં એમ પણ કહ્યું હતું કે, રાજકીય આંદોલનને આગામી કેટલાક દિવસો સુધી મંજૂરી આપવામાં આવશે નહીં કારણ કે તે ભીડ એકઠી કરે છે.
તેમણે કહ્યું કે, “મહામારી રાજ્યમાં ફરી માથું ઉંચકી રહી છે, પરંતુ શું આ બીજી લહેર છે તે આઠ થી 15 દિવસમાં મળી જશે.” તેમણે કહ્યું, “લોકડાઉન કોવિડ -19 માટેનો ઉપાય ન હોઈ શકે, પરંતુ આ વાયરસના ચક્રને તોડવાનો વિકલ્પ છે. ”મુખ્યમંત્રીએ કહ્યું કે કોવિડ -19 યોગ્ય વર્તન જરૂરી છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને શિક્ષા કરવામાં આવશે.
મુખ્ય પ્રધાનના જણાવ્યા મુજબ, કોરોના વાયરસ સામેના યુદ્ધમાં માસ્ક એકમાત્ર “ઢાળ” છે. ઠાકરેએ કહ્યું, “માસ્ક પહેરો, શિસ્ત જાળવો અને લોકડાઉન ટાળવા માટે સામાજિક અંતર જાળવવાના નિયમનું પાલન કરો. ‘