કોરોના કાળ વચ્ચે રાજ્યમાં ફરી એકવાર સ્થાનિક સ્વરાજ્યની યોજાનારી ચૂંટણીઓ ની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને આગામી 29મી ડિસેમ્બરે સાંજે 4:00 કલાકે વિડીયો કોન્ફરન્સ માં રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો સાથે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી લગતી ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવનાર છે.
રાજ્યમાં છ મહાનગર પાલિકા 81 નગરપાલિકા 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ આગામી ફેબ્રુઆરી 2020 માં યોજાવાની છે ત્યારે 1 જાન્યુઆરી 2020 ના રોજ મતદાર યાદી તૈયાર કરવા માટે સંબંધિત તમામ અધિકારીઓની સાથે તાલીમ અને સમીક્ષા ની બેઠક રાખવામાં આવી છે જેમાં રાજ્યના તમામ જિલ્લા કલેકટર નોડલ અધિકારીઓ ઉપરાંત ચૂંટણી અધિકારીઓ સાથે ચૂંટણીની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે.
આ વિડીયો કોન્ફરન્સમાં મતદાર યાદી તૈયાર કરવા પર ચર્ચા કરવામાં આવશે
રાજ્યના ચૂંટણી કમિશનરની અધ્યક્ષતામાં આયોજિત વિડીયો કૉન્ફરન્સ આગામી 29મી ડિસેમ્બરે સાંજે 4 કલાકે રાખવામાં આવી છે. આ વિડીયો કોન્ફરન્સમાં મતદાર યાદી તૈયાર કરવા પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ મતદાન કેન્દ્રો અને કેન્દ્રો ઉપરની તૈયારીઓની સમીક્ષા કરાશે જ્યારે આરોગ્યલક્ષી સેવાઓમાં પણ કોરોનાને ધ્યાનમાં રાખી માસ્ક હેન્ડ સેનિટાઈઝર, થર્મલ ગન, હેન્ડ ગ્લોઝ વગેરેનો કેટલો જથ્થો જોઈશે તે અંગે પણ સમીક્ષા કરાશે.
દરેક જિલ્લામાંથી માસ્ટર ટ્રેનર પણ આ કોન્ફરન્સમાં હાજર રહેશે જે નીચેના સ્તર સુધી ચૂંટણી અધિકારી પોલીંગ સ્ટાફ અને ચૂંટણીની કામગીરીમાં રોકાનાર આ કર્મચારીઓની તાલીમના સંદર્ભે પણ ચર્ચા અને સૂચનો કરવામાં આવશે ચૂંટણીલક્ષી સાહિત્યના સંદર્ભે પણ બેઠકમાં ચર્ચા કરાશે કોરોનાની પરિસ્થિતિ વચ્ચે મતદાન કેવી રીતે કરવું અને લોકો જાગૃતિથી મતદાન કરી શકે તે અંગે પણ ચૂંટણી આયોગ લોકજાગૃતિના કાર્યક્રમો અંગે પણ ચર્ચા વિચારણા કરનાર છે.