રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા. ૨૪ જૂનને શનિવારે સવારે ૧૦-૫૫ કલાકે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માલનપાડા હેલીપેડ પર ઉતરશે. ૧૧-૦૫ કલાકે શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં જિન મંદિરે દર્શન કરશે. ૧૧-૪૫ કલાકે ધરમપુરના મોહનગઢ સ્થિત શ્રીમદ રાજચંદ્ર મિશનના સંકુલમાં જાહેર સભાને સંબોધશે. ત્યારબાદ બપોરે ૧૨-૨૦ કલાકે ધરમપુરમાં સ્વામિનારાયણ વિદ્યાપીઠ ખાતે પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરના વિદ્યાર્થીઓ માટે બનાવેલી નૂતન છાત્રાલય અને પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ કરશે. ત્યારબાદ ૧૨-૪૫ કલાકે ફરી શ્રીમદ રાજચંદ્ર આશ્રમ જશે અને ત્યાંથી ૧૩-૨૦ કલાકે શ્રીમદ રાજચંદ્ર આશ્રમથી માલનપાડા હેલીપેડ જવા રવાના થશે. આ બંને કાર્યક્રમમાં તેમની સાથે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહેશે.