કેન્દ્રીય યુવા બાબતો અને રમત પ્રધાન કિરેન રિજિજુએ, બુધવારે યુવા ઘોડેસવાર અમૈરા ચઢ્ઢાને મળ્યા અને તેમને વધુ સફળતાની શુભેચ્છાઓ પાઠવી પાઠવી હતી. 13 વર્ષીય અમૈરા રાષ્ટ્રીય જુનિયર ઘોડેસવારી ચેમ્પિયનશીપમાં મેડલ જીતી ચૂકી છે.
રિજિજુએ બુધવારે ટિ્વટ કર્યું હતુ કે, “13 વર્ષીય મિસ અમૈરા ચઢ્ઢા પહેલેથી જ દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલમાંથી, નેશનલ જુનિયર ઘોડેસવારી ચેમ્પિયનશીપમાં મેડલ જીતી ચૂકી છે. હું તેને તેના જીવનમાં, વધુ સફળતાની ઇચ્છા કરું છું.”
આ અગાઉ 22 ડિસેમ્બરે રિજિજુએ, આઠ ખેલો ઈન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સેલન્સનુ વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું હતુ. 8 રાજ્યોમાં મણિપુર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, કેરળ, તેલંગાણા, નાગાલેન્ડ, કર્ણાટક અને ઓડિશા શામેલ છે. વર્ચુઅલ કોન્ફરન્સમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પા પણ હાજર હતા.
આ પ્રસંગે રિજિજુએ કહ્યું હતુ કે, “ભારતમાં રમતગમત માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે, અને દેશમાં રમતગમતની સંસ્કૃતિ અને શ્રેષ્ઠતા વિકસાવવાની ખૂબ જ મહત્વપૂર્ણ શરૂઆત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે, રમતગમત એ દરેક ભારતીયના જીવનનો એક ભાગ હોવો જોઈએ. ભારત સરકાર બધા માટે પાયાની સુવિધાઓ ઉભી કરવા માંગે છે. ખેલો ઈન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા આ દિશામાં એક મહાન શરૂઆત છે. ”
રિજિજુ અને તુષારકાંતી બેહરા (પ્રધાન, રમતગમત અને યુવા સેવાઓ) એ સંયુક્ત રીતે ભુવનેશ્વરના કલિંગ સ્ટેડિયમ ખાતે, વર્ચુઅલ પાયાનુ અનાવરણ કર્યું હતુ. ખેલો ઈન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સેલન્સનુ કુલ ક્ષેત્રફળ 66 એકર છે, અને તે ત્રણ શાખાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે- હોકી, વેઇટ લિફ્ટિંગ અને એથ્લેટિક્સ.