રણોલી-પદમલા બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં પાંચ વર્ષીય બાળકી અને ૪૨ વર્ષીય રીક્ષા ચાલકનું મોત નિપજ્યું છે. રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને સાથે સાથે બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર અકસ્માત સમયે રીક્ષામાં સાત મુસાફરો સવાર હતા. દરગાહેથી દર્શન કરી પરિવાર પરત આવતો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ૩ બાળકો સહિત ૭ લોકો રીક્ષામાં સવાર હતા. અકસ્માતને પગલે રસ્તા પર અરેરાટી મચી ગઈ હતી અને હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.