નવી દિલ્હી
વિડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યૂબ તેના યુઝર્સના અનુભવને સુધારવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે. જેને લઈને કંપનીએ અંતે એન્ડ્રોઈડ યુઝર્સ માટે ૪કે સપોર્ટ રોલઆઉટ કર્યું છે. આનો અર્થ એ કે યુઝર્સ હવે ૨૧૬૦ પિક્સલ્સ અથવા ૪કેમાં વિડીયો સ્ટ્રીમ કરવામાં સમર્થ હશે. જેનાથી યુઝર્સના વિડીયો એક્સપિરિયન્સમાં વધારો થશે. હાલમાં વપરાશકર્તાઓને યુટ્યૂબ પર ૧૦૮૦ પિક્સેલ્સ અથવા ફૂલ એચડી કન્ટેન્ટ સ્ટ્રીમ કરવાની મંજૂરી છે. કારણ કે મોટાભાગના સ્માર્ટફોનમાં ૧૦૮૦ પિક્સલ સ્ટાન્ડર્ડ રિઝોલ્યુશન હોય છે. જાેકે, હવે એન્ડ્રોઈડ યુઝર્સ પાસે ૨૧૬૦ પિક્સેલ્સ અથવા ૪કેમાં વિડીયો જાેવાનો વિકલ્પ હશે.
અગાઉ જાે ગૂગલે ૪કેમાં વિડીયો અપલોડ કર્યા હોત, તો તે એન્ડ્રોઈડ યુઝર્સને ૧૪૪૦ પિક્સેલ્સ પર વિડીયો જાેવાની મંજૂરી મળત. જાેકે આ સુવિધા આઈઓએસ પર પહેલેથી જ ઉપલબ્ધ હતી. એક્સડીએ ડેવલપર્સના અહેવાલ મુજબ, ગૂગલ કંપની એન્ડ્રોઈડ ઉપકરણો પર યુટ્યુબ માટે એક નવો સ્ટ્રીમિંગ વિકલ્પ ઉમેરી રહી છે. રિપોર્ટ અનુસાર, કંપનીએ સર્વર-સાઇડ અપડેટ્સ દ્વારા નવા સ્ટ્રીમિંગ વિકલ્પને સક્ષમ કર્યો છે. જેનો અર્થ છે કે જે ફોન ૧૦૮૦ પિક્સેલ્સ અથવા ૭૨૦ પિક્સેલ્સથી સપોર્ટેડ છે, તે હવે ૪કે અને એચડીઆર સુધીના હાઇ રિઝોલ્યુશનમાં વિડીયો જાેવામાં સક્ષમ હશે. આઈઓએસ પ્લેટફોર્મ વિશે વાત કરીએ તો વર્ષ ૨૦૧૯માં એચડીઆર આઈએન અને આઈઓએસ ૧૪ની સાથે ૪કે સપોર્ટ ઉપલબ્ધ કરાયું હતું. યુટ્યૂબએ સ્ક્રીન રીઝોલ્યુશનને ધ્યાનમાં લીધા વિના એક નવો સ્ટ્રીમિંગ વિકલ્પ બનાવ્યો છે. દા.ત. જાે તમારા ફોનમાં ૧૦૮૦ પિક્સલ્સની સ્ક્રીન છે, તો યુઝર્સને ફક્ત ૧૦૮૦ પિક્સેલ્સ વિડીયો સ્ટ્રીમ કરવામાં આવશે. જાે તમે હાઈ રીઝોલ્યુશન વિકલ્પ પસંદ કરો છો, તો વિડીયોની ઇમેજ પહેલાં કરતાં વધુ સારી થશે.