રણબીર કપૂર અને આલિયા ભટ્ટને દેશભરમાંથી લગ્નની શુભેચ્છા મળી રહી છે. કપલ પર સેલેબ્સ અને ફેન્સ જાેરદાર પ્રેમ વરસાવી રહ્યા છે. આ દરમિયાન કોન્ડોમ કંપની ડ્યૂરેક્સે પોતાના ખાસ અંદાજમાં રણબીર અને આલિયાને લગ્નની શુભેચ્છા પાઠવી છે, જેની ખૂબ ચર્ચા થઇ રહી છે. કોન્ડોમ કંપની ડ્યૂરેક્સે પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતાં લખ્યું ‘પ્રિય રણબીર અને આલિયા. મફેફિલ મેં તેરે, હમ ના રહે તો. ફન તો નહીં હૈ’. અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીએ રણબીરની ફિલ્મ ‘યે દિલ હૈ મુશ્કિલ’ ના ગીત ‘ચન્ના મેરેયા’ ના લિરિક્સ સાથે ક્રિએટિવિટી કરતાં આ પોસ્ટને લખી છે. કંપની આ પોસ્ટ પર યૂઝર્સ ફની રિએક્શન આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, શું માર્કેટિંગ લેવલ છે. બીજાએ કોમેન્ટ કરી, ભાઇ! મને આલિયાની પોસ્ટ કરતાં વધુ ડ્યૂરેક્સની પોસ્ટ પસંદ આવી. કોઇએ લખ્યું, બસ આની રાહ જાેઇ રહ્યા હતા. આ પહેલાં ડ્યૂરેક્સે કેટરીના કૈફ અને વિક્કી કૌશલને પણ પોતાના યૂનિક અંદાજમાં લગ્નની શુભેચ્છા પાઠવી હતી. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરી. ‘ડિયર વિક્કી અને કૈટરીના, જાે અમને ન બોલાવ્યા તો જરૂર આ મજાક જ હશે.’ અત્રે ઉલ્લેખનીય છે કે વિક્કી અને કૈટરીનાએ પોતાના લગ્નને ખૂબ સીક્રેટ રાખ્યા હતા. આ ઉપરાંત ડ્યૂરેક્સ કંપની દીપિકા પાદુકોણ-રણબીર સિંહ, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન પર પોસ્ટ કરી ચૂક્યા છે. જે ખૂબ ચર્ચા રહ્યા. તમને જણાવીએ દઇએ કે આલિયા અને રણબીરે ૧૪ એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આલિયાએ પતિ રણબીરની સાથે ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઇ રહી છે. તસવીરોમાં રણબીર અને આલિયાની બોન્ડીંગ સ્પષ્ટ જાેવા મળી શકે છે. તેમણે ફોટોઝ પોસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું, ‘ મિત્રો અને પરિવાર વચ્ચે ઘરમાં જ અમારા મનપસંદ સ્પોટ (બાલ્કની)માં, જ્યાં અમે અમારી રિલેશનશિપના પાંચ વર્ષ વિતાવ્યા, તો બીજી તરફ અમે લગ્ન કરી લીધા છે.