ભાગદોડ અને તનાવ પૂર્ણ અાજકાલની જીવનશૈલીથી થાકી અાજકાલનો યુવાવર્ગ કંઈક વધારે જ એનર્જી ડ્રિંકનો સહારો લઈ રહ્યો છે.પરંતુ આ એનર્જી ડ્રિંક યુવાનોને ઊર્જા આપવા કરતાં તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યુ છે.જો તમે પણ વારંવાર એનર્જી ડ્રિંક પીતા હો તો ચેતી જજો.એક સંશોધનમાં જાણવા મળ્યુ છે કે એનર્જી ડ્રિંકની અારોગ્ય પર બહુ ખરાબ અસર થાય છે.આનાથી ફક્ત યુવાનોનુ બ્લડ પ્રેશર વધતુ, પરંતુ હૃદયરોગના હુમલાનું જોખમ પણ વધે છે.રોજબરોજ એનર્જી ડ્રિંકનું સેવન કરવાથી યુવાનો બીમારીનું ઘર બની જાય છે.
કેનેડાના ઑન્ટારિયોમાં વાટરલૂ યુનિવર્સિટી ખાતે કરવામાં આવેલા સંશોધનમા જણાવાયું છે કે આવા પીણાંના વેચાણને 16 વર્ષની વયથી આછી ઉમરના કિશોરો તેનું સેવન ન કરે તેના પર પ્રતિબંધ થવો જોઈએ.તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 12થી 24 વર્ષની વયના 55 ટકા બાળકોએ એનર્જી ડ્રિંક્સ પીધા પછી ગંભીર આરોગ્ય-સંબંધિત અસર થઈ હતી.તેમાં હાર્ટ એટેક તેમજ હાર્ટ સબંધીત ગંભીર બીમારીઓનો સમાવેશ થાય છે.કરિયાણાની દુકાનોમાં બાળકોને લક્ષ્યાંક બનાવતી તેમજ વેચાણ કરતી જાહેરાતો જાહેર કરવામાં આવે છે.ભવિષ્યનો અાધાર યુવાનોને સૌથી વધુ તાર્ગેટ બનાવાય છે.