દેશમાં યુવતીઓ માટે લગ્નની કાયદાકીય ઉંમર વધારવાની દિશામાં સરકારેએક મહત્વનું પગલું લીધું છે. બુધવારના રોજ કેબિનેટની બેઠકમાં મોદી સરકારેમહિલાઓ માટે લગ્નની કાયદાકીય ઉંમર વધારીને ૨૧ વર્ષ કરવાના પ્રસ્તાવનેમંજૂરી આપી દીધી છે. દેશમાં પુરુષોની લગ્ન માટેની કાયદાકીય ઉંમર ૨૧ વર્ષછે. એક વર્ષ પહેલા સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આબાબતે સંકેત આપ્યા હતા. હવે સરકાર આ વિચારને અમલમાં મૂકવાની શરુઆત કરી રહીહોય તેમ લાગી રહ્યું છે.
સૂત્રોદ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, કેબિટનેટમાં મંજૂરી મળ્યા પછી સરકાર બાળલગ્ન અધિનિયમ ૨૦૦૬ તેમજ હિન્દુ લગ્ન અધિનિયમ ૧૯૫૫ જેવા કાયદામાં સંશોધનકરશે. કહેવામાં આવી રહ્યું છે કે જયા જેટલીની આગેવાની વાળી ટાસ્ક ફોર્સદ્વારા ડિસેમ્બર ૨૦૨૦માં નીતિ આયોગને પોતાનો પ્રસ્તાવ સોંપવામાં આવ્યો હતો.આ પ્રસ્તાવના આધારે કેબિનેટમા મંજૂરી આપવામાં આવી છે.
આ ટાસ્ક ફોર્સનીરચના માતૃત્વની ઉંમરને લગતી બાબતો, માતાના મૃત્યુ દરને ઘટાડવાની જરુરિયાત, પોષણમાં સુધારને લગતી બાબતોની તપાસ માટે કરવામાં આવી હતી.
એકસમાચારપત્ર સાથેની વાતચીતમાં જયા જેટલીએ કહ્યું કે, હું ચોખવટ કરવા માંગુછું કે અમારા પ્રસ્તાવનો હેતુ વસતી નિયંત્રણમાં લાવવાનો બિલકુલ નથી.રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેના તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડાસ્પષ્ટપણે દર્શાવે છે કે પ્રજનન દરમાં ઘટાડો નોંધાયો છે અને વસતીનિયંત્રણમાં જ છે. મહિલાઓની લગ્નની ઉંમર ઘટાડવાનો વાસ્તવિક હેતુ મહિલાઓનેસશક્ત કરવાનો છે.
ઉલ્લેખનીયછે કે ગત નવેમ્બરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાષ્ટ્રીય પરિવારકલ્યાણ સર્વેક્ષણ ૫ના બીજા તબક્કાના આંકડા જાહેર કર્યા હતા. આ રિપોર્ટમાંદેશમાં પ્રજનન દરમાં ઘટાડો જાેવા મળ્યો હતો. પ્રજનન દર ૨.૨ ટકાથી ઘટીને ૨ ટકા થઈ ગયો છે. વર્ષ ૨૦૦૫-૦૬માં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ૩ દરમિયાન ટીએફઆર ૨.૭ હતો જે ૨૦૧૫-૧૬માં ઘટીને ૨.૨ થઈ ગયો હતો. આ ઘટાડો દર્શાવે છે કેદેશમાં નજીકના ભવિષ્યમાં વસતી વિસ્ફોટ નથી થવાનો