સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સાપ સાથે મસ્તી કરતા યુવકને અચાનક સાપ એવી જગ્યાએ દંશ મારે છે કે જાેઈને ચોંકી જશો. જાે કે આ સાથે તમને વીડિયો જાેઈને હાસ્યના ફૂવારા છૂટશે એ વાત ચોક્કસ છે. આ વીડિયોમાં યુવક સાંપ સાથે કરતબ દેખાડી રહ્યો હતો. વડીલો પણ કહે છે કે સાપથી હંમેશા દૂર રહેવું જાેઈએ અને તેની સાથે મજાક મસ્તી પણ કરવી જાેઈએ નહીં. કારણ કે સાપ સાથે પંગો લેવાનો મતલબ છે કે પોતાના જીવનું જાેખમ લઈ લેવું. જાે કે આ વ્યક્તિને કદાચ આ વાત ભેજામાં ઉતરી નહીં. તેનું પરિણામ વ્યક્તિ માટે ભારે ચિંતાજનક આવ્યું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એ જ જાેવા મળી રહ્યું છે. વીડિયોમાં તમે જાેઈ શકો છો કે એક વ્યક્તિ સાપની પૂંછડી પકડીને તેની સાથે કરતબ દેખાડી રહ્યો છે. આ દરમિયાન સાપ ખુબ એગ્રેસિવ જાેવા મળી રહ્યો છે.
વીડિયોની પહેલી ફ્રેમમાં જ સાપ તે વ્યક્તિ પર ઝપટ મારતો જાેવા મળે છે. જાે કે સાપના પહેલા હુમલાથી તો વ્યક્તિ પોતાને બચાવવામાં સફળ રહે છે. ત્યારબાદ એકવાર ફરીથી સાપની પૂંછડી પકડીને કરતબ દેખાડવા લાગે છે. વીડિયોમાં તમે જાેઈ શકો છો કે પહેલીવારના સાપના હુમલાથી બચ્યા બાદ સાપ એકવાર ફરીથી તે વ્યક્તિ પર હુમલો કરે છે. આ વખતે જેવો વ્યક્તિ પાછળથી તેની પૂંછડી પકડે છે સાપ ઘૂમીને ઉછળે છે અને વ્યક્તિ જાેર જાેરથી બૂમો પાડવા લાગે છે. તે યેનકેન પ્રકારે સાપથી પોતાનો પીછો છોડાવી લે છે. વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ૧ઙ્ઘટ્ઠહખ્તીિર્ેજ_ૈહઙ્ઘૈટ્ઠહ નામના એકાઉન્ટથી શેર કરાયો છે. આ વીડિયો અત્યાર સુધીમાં ૧૬ લાખ લોકોએ લાઈક કર્ય છે. જ્યારે વીડિયો ખુબ ઝડપથી જાેવાઈ રહ્યો છે. વીડિયો પર લોકોની મજેદાર કમેન્ટ્સ પણ આવી રહી છે. એક યૂઝરે કમેન્ટ કરતા લખ્યું કે સાપ સાથે મસ્તી કરવી જાેઈએ નહીં.