મંગળ પર વસાહત સ્થાપવાનુ સ્વપ્ન જાેઈ રહેલા પૃથ્વીવાસીઓ માટે એક સારી ખબર યુરોપિયન સ્પેસ એજન્સીએ આપી છે.
એજન્સીએદાવો કર્યો છે કે, મંગળ ગ્રહ પર ગ્રાન્ડ કેનયોન વિસ્તારમાં પાણીનો મોટોજથ્થો મળી આવ્યો છે.પાણીનો વિશાળ ભંડાર જમીન સપાટીથી માત્ર ત્રણ ફૂટ નીચે છે.
આ વિસ્તારને વલ્લેસ મરીનર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ એક વિશાળ ખીણવિસ્તાર છે જે ૩૮૬૨ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે.તેનો આકાર યુરોપિયનદેશ નેધરલેન્ડ જેટલો છે.
યુરોપિયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકોનુ કહેવુછે કે, વલ્લેસ મરીનર્સનો મધ્ય ભાગ પાણીથી છલોછલ છે.આ પાણી અમારી અપેક્ષાકરતા પણ વધારે છે.ધરતી પર જે રીતે કેટલાક વિસ્તારો હંમેશા બરફથી છવાયેલારહેતા હોય છે તે જ રીતે આ વિસ્તાર પાણીથી છલોછલ રહે છે.આ વિસ્તારમાં નીચાતાપમાનના કારણે પાણી બરફ સ્વરુપે હંમેશા જમીનની નીચે રહે છે.
આ પહેલાઅંતરીક્ષ એજન્સી નાસાએ પણ ૨૦૦૬માં તસવીરો જાહેર કરીને કહ્યુ હતુ કે, મંગળપર પાણી હોવાનુ પ્રમાણ મળેલુ છે.૧૯૯૯થી ૨૦૦૧ની વચ્ચે લિકવિડ વોટર મંગળ પરમોજુદ હોવાનુ આ તસવીરોના આધારે સાબિત થયુ હતુ.
૨૦૦૮માં નાસાના ફોનિક્સ માર્સ લેન્ડરે પણ પૂરાવા આપ્યા હતા કે, મંગળ પર બરફ સ્વરુપે પાણી મોજુદ છે.
મંગળગ્રહ પર ઘણી સુકાઈ ચુકેલી નદીઓ છે અને એવુ અનુમાન છે કે, અહીંયા પહેલાપાણી વહેતુ હતુ.જાેકે વૈજ્ઞાનિકોએ જે લેટેસ્ટ દાવો કર્યો છે તે પ્રમાણેસપાટીથી માત્ર ત્રણ ફૂટ નીચે બરફ સ્વરુપે પાણી છે.જેના કારણે હવે લાલ ગ્રહપર માનવ વસાહત સ્થાપવા માટેના દાવાને વધારે બળ મળશે.