બિહારમાં બીજેપીના સહયોગમાં સરકાર ચલાવી રહેલી જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી ત્યાગીએ એક નિવેદન દ્વારા જણાવ્યું છે કે એમની પાર્ટીની પ્રમુખતા ઉત્તરપ્રદેશ અને મણિપુર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાની છે.જો કે એમણે એમ પણ જણાવ્યું છે કે જો ગઠબંધન શક્ય નહિ બને તો જેડીયુ આ રાજ્યોમાં એકલા હાથે ચૂંટણી લડશે.
ઉલ્લેખનીય છે કે જેડીયુએ વર્ષ 2017માં ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડી નહોતી.આગામી વર્ષે યુપી અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે.
ત્યાગીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ અને પાર્ટીના સંસદ રાજીવ રંજન સિંહે એક દિવસ પહેલા જ કહી દીધું છે કે એમની પાર્ટી કોઈ પણ ઘઠબંધન વગર એકલે હાથે જ ચૂંટણી લડવા માટે સક્ષમ છે
એ જાણવું અગત્યનું છે કે જેડીયુ બિહારમાં ભાજપાની સહયોગી પાર્ટી છે અને તેના નેતા આરપીસિંહને તાજેતરમાં જ પીએમ મોદીની મંત્રીપરિષદમાં સ્થાન આપવામાં આવ્યું છે.