ઉત્તર પ્રદેશના કન્નૌજમાં આવકવેરા વિભાગે સમાજવાદી પાર્ટીના એમએલસી અને અત્તરના વેપારી પુષ્પરાજ જૈન ઉર્ફે પમ્મીના ઠેકાણા પર દરોડા માર્યા છે. આ ઉપરાંત કન્નૌજમાં મોહમ્મદ યાકુબ પર્ફ્યૂમ ઉપર પણ દરોડાની કાર્યવાહી ચાલુ છે. સવારે ૭ વાગ્યાથી રેડની કાર્યવાહી ચાલુ છે. અત્રે જણાવવાનું કે આવકવેરા વિભાગની રેડ કન્નૌજમાં સપાના સ્ન્ઝ્ર પુષ્પરાજ જૈન ઉર્ફે પમ્પીના ઘર અને ઓફિસ પર પડી છે. પિયુષ જૈનના ઠેકાણા પર જીએસટીની રેડ દરમિયાન પમ્પી જૈનનું નામ સામે આવ્યું હતું. પમ્પી જૈનનો અત્તર, પેટ્રોલ પંપ અને કોલ્ડ સ્ટોરેજનો વેપાર છે.
પિયુષ જૈનના ત્યાં જીએસટી રેડ દરમિયાન પમ્પી જૈને નિવેદન આપ્યું કે પિયુષ જૈન સાથે તેમને કોઈ સંબંધ નથી. નોંધનીય છે કે અત્તર વેપારી પિયુષ જૈનના ઘરેથી દરોડાની કાર્યવાહી દરમિયાન ૨૦૦ કરોડ રૂપિયા કેશ મળી હત્યા. એવા પણ રિપોર્ટ્સ હતા કે આ જ પી જૈને સમાજવાદી અત્તર બનાવ્યું હતું પરંતુ આ સાચું નથી. સમાજવાદી અત્તર બનાવનારા પી જૈન એ પુષ્પરાજ જૈન ઉર્ફે પમ્પી છે. આજે આ પી જૈનના ઠેકાણા પર દરોડાની કાર્યવાહી ચાલું છે. આ સંયોગ છે કે પુષ્પરાજ જૈન અને પિયુષ જૈનનું ઘર કન્નૌજમાં એક જ રોડ પર છે. બંનેના ઘર વચ્ચે માત્ર ૫૦૦ મીટરનું અંતર છે.