શુક્રવારે યુક્રેન શહેરના ખારકિવમાં એક ખાનગી નર્સિંગ ગૃહમાં આગ લાગવાથી 15 લોકો માર્યા ગયા હતા અને 11 થી વધુ ઘાયલ થઈ ગયા છે. ‘ઇન્ટરફેક્સ’ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ખારકિવ પોલીસ આ મામલે નર્સિંગ હોમના માલિક અને સ્ટાફની પૂછપરછ કરી રહી છે. આ બે માળની બિલ્ડિંગમાં લાગેલી આગના કારણો હજી જાણવા મળ્યા નથી.
મળતી માહિતી મુજબ આ આગ બપોરે બીજા માળે લાગી હતી. જ્યારે આગ વધુ ભભૂકીને ઉપર સુધી પહોંચી ગઈ, ત્યારે લગભગ 33 લોકો આ બિલ્ડીંગ માં હાજર હતા.
યુક્રેનના રાષ્ટ્રપતિ, વોલોદિમિર ઝેલેંન્સ્કીએ આંતરિક બાબતોના પ્રધાનને આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા નિર્દેશ આપ્યો છે. યુક્રેનના અભીયોકતા એ જણાવ્યુ હતુ કે, ‘અધિકારીઓએ પણ ગુનાહિત તપાસ શરૂ કરી દીધી છે, અને પ્રારંભિક તપાસમાં લાગી રહ્યુ છે કે, હીટિંગ ડિવાઇસના યોગ્ય રીતે સંચાલન ન કરવાની બેદરકારીને કારણે આ આગ લાગી છે.’