Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»યમુનાની સપાટી વધીને ૨૦૭.૫૫ મીટર થતા ૪૫ વર્ષના રેકોર્ડ તોડ્યો દિલ્હીમાં પૂરનો મોટો ખતરો, લોકોને પ્રભાવિત વિસ્તારોથી દૂર રહેવા સુચના
    India

    યમુનાની સપાટી વધીને ૨૦૭.૫૫ મીટર થતા ૪૫ વર્ષના રેકોર્ડ તોડ્યો દિલ્હીમાં પૂરનો મોટો ખતરો, લોકોને પ્રભાવિત વિસ્તારોથી દૂર રહેવા સુચના

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 12, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દિલ્હીમાં યમુના વધીને ૨૦૭.૫૫ મીટર થઈ જતા ૪૫ વર્ષના રેકોર્ડને તોડ્યો હતો. યમુનાના વધતા જળ સ્તરને જાેતા સીએમ અરવિંદ કેજરીવાલે ઈમરજન્સી બેઠક બોલાવી છે જેમા તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠક દિલ્હી સચિવાલયમાં યોજાઈ.દિલ્હીમાં છેલ્લા કેટલાય દિવસથી પડેલા ભારે વરસાદને પગલે વરસાદી પાણી ભરાવાની સમસ્યા બની છે ત્યારે હવે યમુનાના જળસ્તરમાં વધારો થવાને કારણે અહીંના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આવી સ્થિતિમાં પૂરનું જાેખમ વધુ વધી શકે છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તરે આજે ૨૦૭.૫૫ મીટર થઈ જતા ૪૫ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ૬ સપ્ટેમ્બર ૧૯૭૮ના રોજ યમુનાનું મહત્તમ પૂરનું સ્તર ૨૦૭.૪૯ મીટર નોંધાયું હતું. દિલ્હીમાં અનેક રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. સ્થિતિ વણસતી જાેતા દિલ્હી પોલીસે લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી દૂર રાખવા માટે કલમ ૧૪૪ લાગુ કરી છે.

    દિલ્હીમાં યમુનાનું જળ સ્તર સતત વધતા આજે ૪૫ વર્ષના રેકોર્ડને તોડી નાખ્યુ છે જેના પગલે દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે ત્યારે હવે દિલ્હીના રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્વિમિંગ પુલ બની ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાય જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. યમુના નદીનું જળસ્તર વધવાને કારણે હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. દિલ્હી સરકાર એલર્ટ મોડ પર કામ કરી રહી છે. આ સાથે જ હવે યમુનાનું પાણી નોઈડા-દિલ્હી લિંક રોડ સુધી પહોંચી ગયું છે. કાશ્મીરી ગેટના મોન્સ્ટી માર્કેટ, રિંગ રોડ, યમુના ઘાટ, યમુના બજાર વિસ્તારમાં પૂરના પાણી પહોંચી ગયા છે. અહીં શેરીઓમાં પાણી વહી ફરી વળ્યા છે. યમુના નદીનું પાણી કાશ્મીરી ગેટ સ્થિત ગૌશાળામાં પ્રવેશ્યું છે. આઈટીઓખાતે છઠ ઘાટ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. યમુના નદીને અડીને આવેલા વિસ્તારો ખૂબ જ સંવેદનશીલ છે. આ વિસ્તારોમાં લગભગ ૪૧ હજાર લોકો રહે છે.

    આ વચ્ચે કેટલાક લોકો દિલ્હીના સૌથી વીઆઈપીએરિયા સાઉથ એવન્યુમાં વરસાદની મજા માણી હતી. સીએમ અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે તેઓ સેન્ટ્રલ વોટર કમિશનના સંપર્કમાં છે અને એવી અપેક્ષા છે કે પૂર જેવી સ્થિતિ ઊભી નહીં થાય. આ સમય એકબીજા સામે આંગળી ચીંધવાનો નથી. લોકોને રાહત આપવા માટે તમામ રાજ્યોની સરકારે સાથે મળીને કામ કરવાની જરૂર છે. આ સિવાય દિલ્હીના પીડબલ્યુડીમંત્રી આતિશીએ કહ્યું હતું કે દિલ્હીમાં યમુનાનું જળ સ્તર ખતરાના નિશાન પર પહોંચી જશે. હરિયાણાના યમુનાનગરમાં બનેલા હથિનીકુંડ બેરેજમાંથી સતત પાણી છોડવાના કારણે યમુનાનું જળસ્તર વધી રહ્યું છે. આજે સવારે ૯ વાગ્યાથી પણ બેરેજમાંથી ૧ લાખ ૫૩ હજાર ૭૬૮ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ગઈકાલે સાંજે ૭ વાગ્યે બેરેજમાંથી ૨ લાખ ૪૨ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે યમુના નદીનું જળસ્તર વધીને ૨૦૬.૬૯ મીટર થયું હતું. હાલમાં નદીના વહેણને ઘટાડવા ઓખલા બેરેજના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Government Job: RRB NTPC UG ભરતી 2025: અરજી પ્રક્રિયા શરૂ, 27 નવેમ્બર સુધીમાં અરજી કરો

    October 28, 2025

    IAS Transfer: યોગી સરકારનું મોટું પગલું: 46 IAS અધિકારીઓના પોસ્ટિંગમાં ફેરફાર, વહીવટી કડક થવાના સંકેત

    October 28, 2025

    Job 2025: કારકિર્દીમાં પ્રગતિ માટે સુવર્ણ તક, 103 સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ

    October 28, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.