યમન ના એડન એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 22 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનામાં પચાસથી વધુ લોકો ઘાયલ થયા છે. જો કે, કોઈ આતંકી જૂથે આ ઘટનાની જવાબદારી લીધી નથી.
બુધવારે એડન એરપોર્ટ પર બ્લાસ્ટ થયો હતો, જ્યારે થોડા સમય પહેલા જ સરકારના નવા કેબિનેટ મંત્રીઓ સાથે વિમાન અહીં આવ્યું હતું. આ ઘટના બાદ વડા પ્રધાન મઈન અબ્દુલમલીક સઈદ અને અન્ય લોકોને એરપોર્ટથી શહેરના માશિક પેલેસ પર ખસેડવામાં આવ્યા હતા. મહેલની આજુબાજુ સુરક્ષા કડક કરવામાં આવી છે અને સૈન્ય દળોએ મહેલની આજુબાજુના વિસ્તારને સીલ કરી દીધા છે.
પીએમ એ ટ્વીટ કરીને સંપૂર્ણ સલામત હોવાની માહિતી આપી છે. તેમણે લખ્યું કે, અમે અને સરકારના સભ્યો એડન ની અસ્થાયી રાજધાનીમાં છીએ. તેમણે લખ્યું હતું કે એડન એરપોર્ટને નિશાન બનાવતા ભયંકર આતંકવાદી હુમલો, એ યમન અને તેના મહાન લોકો સામે છેડવામાં આવેલા યુદ્ધનો એક ભાગ છે.