મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની જે ખર્ચ મર્યાદા નક્કી કરી છે. તે મુજબ એક ઉમેદવાર રૃા.૬ લાખ સુધીનો ખર્ચો કરી શકશે. એક વોર્ડમાં સરેરાશ 1 લાખ મતદારો છે. તે જોતા એક મતદાર પાછળ ઉમેદવાર ઓછામાં ઓછા છ રૃપિયાના ખર્ચો કરી શકશે. જો ગણતરી કરીએ તો આટલો ખર્ચો તો મુખ્ય કાર્યાલય પરજ ખર્ચાઇ જાય તેમ છે.
ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરાયા બાદ ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૃ થઇ રહ્યો છે. ત્યારે ઉમેદવારો દ્વારા ખર્ચ પર પણ તંત્ર નજર રાખી રહ્યુ છે. અને ઉમેદવારોએ દર ચાર દિવસે ચૂંટણી અધિકારી સમક્ષ ચૂંટણીમાં થનારા ખર્ચા અંગે વિગતો રજુ કરવી પડશે. આ વર્ષે નવા નિશાળીયાઓ ચૂંટણી લડી રહ્યા હોવાથી કેવી રીતે હિસાબ રજુ કરવાની ગતાગમ નહીં હોવાથી ચૂંટણી અધિકારીઓ પાસે થી માર્ગદર્શન મેળવી રહ્યા છે. તો કેટલાક ઉમેદવારો મહેતાજી રાખીને હિસાબ કલીયર કરાવી રહ્યા છે.
દરમ્યાન ચૂંટણી પંચે જે ખર્ચની મર્યાદા નક્કી કરી છે. તે જોતા એક વોર્ડમાં ૧ લાખ મતદારો છે. તેની સામે છ લાખની ગણતરી કરીએ તો એક મતદાર દીઠ છ રૃપિયા ખર્ચો થઇ શકે તેમ છે. પેનલમાં ચાર ઉમેદવારો હોવાથી ૨૪ લાખ સુધીનો ખર્ચો થઇ શકે તેમ છે. આથી એક મતદાર દીઠ ૨૪ રૃપિયા ચારેય ઉમેદવારો મળીને ખર્ચી શકે તેમ છે. મતદારોના આ ખર્ચા જોતા આટલા ઓછી રકમમાં ચૂંટણી લડવુ અશકય છે. કેમકે જે મુખ્ય કાર્યાલય છે.ત્યા દરરોજના નાસ્તા પાણી, જમણવારનો જ ખર્ચો લાખ્ખો રૃપિયામાં આવે છે. તેમ છતા ઉમેદવારોએ આટલી રકમમાં ચૂંટણી લડવી પડશે.