કોરોનાના કારણે પાલિકાની ચૂંટણીમાં એક નવુ સાધન હેન્ડ ગ્લોવ્ઝ નો ઉમેરો કરાયો છે. 3185 મતદાન મથકો પર નોંધાયેલા ૩૨.૮૮ લાખ મતદારો જયારે મતદાન કરવા જશે. ત્યારે મતદાન મથક પર ફરજ બજાવનારા સ્ટાફ હેન્ડ ગ્લોવ્ઝ આપીને મતદાન કરાવાશે.
કોરોનાના કેસો ઘટી રહ્યા હોવા છતા ચૂંટણી તંત્ર ભારે તકેદારી રાખી રહ્યુ છે. ખાસ કરીને ઇલેકટ્રોનિક વોટીંગ મશીન ( ઇવીએમ ) માં એક મતદારે ચાર વખત સ્વીચ દબાવીને મતદાન કરવાનું હોય છે. અને વારાફરતી સતત મતદાનની પ્રકિયા ચાલુ રહેવાની હોવાથી એક પછી એક મતદારો મતદાન કરવા આવવાના હોવાથી બધાના જ હાથ સ્વીચ પર પડવાના હોવાથી હાલમાં નિમાયેલા ચૂંટણી ઓબ્ઝર્વરની બેઠકમાં તમામ ૩૨.૮૮ લાખ મતદારોને હેન્ડ ગ્લોવ્ઝ આપીને મતદાન કરાવાશે. સાથે જ મતદાન વખતે સોશ્યલ ડીસ્ટન્સ જળવાઇ રહે સેનેટાઇઝરની વ્યવસ્થા કરવા પણ આદેશ કરાયો છે.
આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા મતદાન સાથે સંકળાયેલા તમામ સ્ટાફનો કોરોનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. આમ પાલિકાની ચૂંટણીમાં આ વખતે મતદારોને હેન્ડ ગ્લોવ્ઝ આપીને મતદાન કરાવાશે, તથા સેનેટાઇઝર સહિતની સામગ્રી આપવામાં આવી શકે છે.