દર વર્ષની જેમ મોઢેરાના ઐતિહાસિક સૂર્ય મંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવનો શુભારંભ થતો હોય છે અને તે લગભગ એક અઠવાડીયા માટે તેનું આયોજન કરવામાં આવે છે પરંતુ કોરોનાની મહામારીના કારણે આ વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવ ફક્ત બે દિવસ માટે આયોજિત કરવાનું સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી છે, જેમાં દેશના ખ્યાતનામ કલાકારો પોતાની કલાનું ઉમદા પ્રદર્શન કરતા હોય છે. આ વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગાંધીનગરથી ઈ શુભારંભ દ્વારા કરવામાં આવશે. દર વર્ષે વડનગરમાં આયોજિત તાનારીરી મહોત્સવની માફક ઉત્તરાયણ બાદ શનીવાર કે રવિવાર બે દિવસ માટે જ આયોજન કરવામાં આવશે તેવી સંભાવના જણાઈ રહી છે. કલેકટર કચેરી દ્વારા ઉત્તરાર્ધ મહોત્સવ માટે આગામી દિવસોમાં બેઠક આયોજિત કરવામાં આવનાર છે, તેની પુરેપુરી શક્યતા સામે આવી રહી છે. આગામી બે દિવસોમાં આયોજિત ઉત્તરાર્ધ મહોત્સવમાં દેશના ખ્યાતનામ કલાકારો દ્વારા ભરત નાટ્યમ, મણિપુરી, કુચીપુડી, કથકલી, ગુજરાતી રાસ-ગરબા જેવા શાસ્ત્રીય નૃત્ય પ્રદર્શિત કરવામાં આવે છે. સામાન્ય રીતે ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી અથવા તો નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતો હોય છે પરંતુ કોરોનાની મહામારીના લીધે સીએમ અથવા તો નાયબ મુખ્યમંત્રી ગાંધીનગર થી ઓનલાઈન ઈ શુભારંભ કરાવે તેવી શક્યતાઓ સર્જાઈ રહી છે.