શનિવારે સવારે મેંગ્લોર પોલીસે કોલાર- ઉજીરા ના, ઉદ્યોગપતિ ના અપહરણ કરેલા 8 વર્ષીય પુત્ર અનુભવને, સફળતા પૂર્વક બચાવી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ‘અપહરણના કેસમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંના ચાર અપહરણકારોની ઓળખ કરવામાં આવી છે, જેમાં બેંગ્લોરના ઇલેક્ટ્રોનિક સિટીના કોમલ અને મંડ્યાના ગંગાધરનો સમાવેશ થાય છે.’
પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ ટીમે શનિવારે સવારે પાંચ વાગ્યે કોલાર જિલ્લાના, મસ્તી પોલીસ સ્ટેશનના અધિકાર હેઠળ, અપહરણકર્તાઓને સવારના 5 વાગે એક બાળક સાથે જોયા હતા. આરોપીઓએ બાળકને, માલુર તાલુકાના કોરમાહોસેહલ્લીમાં મંજુનાથ નામના શખ્સના ઘરે સંતાડ્યો હતો. જ્યારે અપહરણકારોએ ખંડણી માટે ફોન કર્યો હતો, ત્યારે પોલીસે તેને ટ્રેક કરીને તેને પકડી લીધા હતા.’
દક્ષિણ કન્નડ જિલ્લા પોલીસ અધિક્ષક બી.એમ.
લક્ષ્મી પ્રસાદે જણાવ્યું હતું કે, ‘પોલીસ ટીમે એક પ્રયાસમાં અપહરણના મામલાને, 36 કલાકમાં જ સફળતાપૂર્વક ઉકેલ લાવી દીધો હતો.’ તેમણે કહ્યું કે, ‘છ આરોપીઓની પૂછપરછ કર્યા બાદ જ, તેમના વિશે વધુ માહિતી મળશે.’