Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મુસાફરોએ ઉતારી લીધી વીડિયો બસમાં કંડક્ટર એક યુવતી સાથે રંગરેલિયા મનાવતો ઝડપાઈ ગયો
    India

    મુસાફરોએ ઉતારી લીધી વીડિયો બસમાં કંડક્ટર એક યુવતી સાથે રંગરેલિયા મનાવતો ઝડપાઈ ગયો

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 2, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આજકાલ એવી ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જે જાેતાં લાગી રહ્યું છે કે, લોકોમાં કાયદાનો ડર તો રહ્યો જ નથી. હવે, તો લોકોએ લાજ-શરમ પણ નેવે મૂકી દીધી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. લોકો જાહેરમાં અશોભનીય હરકતો થઈ ગયા છે. થોડા સમય પહેલા દિલ્હી મેટ્રોમાં એક કપલનો કિસ કરતો વિડીયો વાયરલ થયો હતો. હવે, ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક રોડવેઝની બસના કંડક્ટરનો એક યુવતી સાથે ચાલુ બસમાં સેક્સ માણતો વિડીયો વાયરલ થયો છે.

    આ વિડીયો પર લોકો આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
    હાથરસ ડેપાની અલીગઢથી લખનૌ જઈ રહેલી રોડવેઝની બસનો કંડક્ટર રાતના સમયે એક યુવતી સાથે રંગરેલિયા મનાવી રહ્યો હતો. બસમાં સવાર એક મુસાફરે તેનો વિડીયો ઉતારી લીધો. વિડીયોમાં જાેઈ શકાય છે કે, કંડક્ટર એક યુવતી સાથે ઈન્ટીમેટ થઈ ગયો હતો. જ્યારે એક મુસાફરે તેનો વિડીયો ઉતારવાનું શરૂ કર્યું તો, કંડક્ટરે તેના પર ગુસ્સે થઈ ગયો હતો.

    આ ઘટના ૧૧ દિવસ જૂની હોવાનું કહેવાઈ રહ્યું છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ બસના ડ્રાઈવર અને કંડક્ટરની સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવી છે. ડ્રાઈવર અને કંડક્ટર રોડવેઝની બસમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોવાનું જણાવાઈ રહ્યું છે.
    વિડીયોમાં જાેઈ શકાય છે કે, ડ્રાઈવરની સીટની પાછળની સીટ પર એક યુવતી સાથે કંડક્ટર સેક્સ માણી રહ્યો હતો. બંનેએ ધાબળો ઓઢી રાખ્યો હતો. જ્યારે મુસાફરોએ તેમને પકડ્યા અને વિડીયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું તો, કંડક્ટર ગુસ્સે થઈ ગયો હતો અને મોબાઈલ છીનવી લેવા પ્રયાસ કર્યો હતો. મુસાફરોનું કહેવું હતું કે, છેલ્લા ત્રણ કલાકથી આ બંને ચાલુ બસમાં ગંદુ કામ કરી રહ્યા હતા. જ્યારે મુસાફરોએ તેમને પકડ્યા તો બંનેએ કમરથી નીચેના ભાગના કપડાં ઉતારેલા હતા.

    જાેકે, બસમાં બબાલ થવા છતાં ડ્રાઈવર બસ ચલાવતો રહ્યો હતો. દરમિયાનમાં એક મુસાફર એવું કહેતો સંભળાઈ રહ્યો છે કે, અડધો કલાકમાં આલમબાગ બસ સ્ટેશન આવવાનું છે. તેના પરથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે, આ ઘટના લખનૌની આસપાસ બની હતી. હાથરસ ડેપોના એઆરએમ શશી રાનીએ જણાવ્યું કે, વિડીયો લગભગ ૧૧ દિવસ જૂનો છે. તેમણે કહ્યું કે, મુસાફરની ફરિયાદ બાદ ડ્રાઈવર અને કંડક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયો છે અને સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.