ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બુધવારે, નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન માસ્ક અને સામાજિક અંતરના નિયમોને પાલન કરતા બંને નેતાઓએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.
આ પછી, યોગી આદિત્યનાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસસ્થાનની પણ મુલાકાત લીધી અને તેમને રામની મૂર્તિ અર્પણ કરી. બંને મહાનુભાવોએ ઉત્તર પ્રદેશના સામાજિક, આર્થિક અને અન્ય રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરી અને વિચારણા કરી.