મુંબઈ/નવી દિલ્હી, 07 ફેબ્રુઆરી . મુંબઈના બોરીવલી વિધાનસભા મત વિસ્તારના ભાજપ ના પૂર્વ ધારાસભ્ય હેમેન્દ્ર મહેતા, શિવસેનામાં જોડાઈ ગયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ, સરકારી આવાસ ‘વર્ષા’ પર હેમેન્દ્ર મહેતાને શિવસેનામાં સામેલ કર્યા.
મળતી માહિતી મુજબ, હેમેન્દ્ર મહેતા ત્રણ વખત ભાજપ ટિકિટ પર બોરીવલી વિધાનસભા મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતાં હેમેન્દ્ર મહેતા ભાજપ પર નારાજ હતા. શનિવારે મોડી રાત્રે હેમેન્દ્ર મહેતા શિવસેનામાં જોડાયા હતા. આ પ્રસંગે પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરે ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે શિવસેના પક્ષ, આગામી વર્ષે મુંબઇ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી ના વિસ્તરણ પર વિશેષ ધ્યાન આપી રહ્યું છે. શુક્રવારે વિલે પાર્લે વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડે પણ શિવસેનામાં જોડાયા હતા.