૨૦૨૩નું ચોમાસુ મુંબઇમાં ભરપૂર વરસી રહ્યું છે. ખાસ કરીને ૨૯,જૂને, શુક્રવારે તો મુંબઇનાં પશ્ચિમનાં પરાં બોરીવલી, કાંદિવલી,મલાડથી લઇને અંધેરી સુધી અનરાધાર વરસાદ વરસ્યો હતો. પૂર્વનાં પરાં પવઇ,ઘાટકોપર, મુલુંડ, કુર્લામાં પણ સારી વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે.
આજે ૩૦,જૂને હવામાન ખાતાએ મુંબઇમાં ભારેથી અતિ ભારે વર્ષા(ઓરેન્જ એલર્ટ)નો વરતારો આપ્યો હતો. પશ્ચિમનાં પરાંમાં અને પૂર્વનાં પરાંમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો.
બીજીબાજુ મહારાષ્ટ્રનાં પેણ -૧૬૯ મિ.મિ., ઉરણ -૧૫૦, વિક્રમગઢ-૧૩૦, ભીવંડી-૧૧૦, કર્જત-૮૦, વસઇ -૭૦, પનવેલ -૭૦ મિ.મિ. વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે.
હવામાન ખાતાએ એવો વરતારો આપ્યો છે કે મુંબઇમાં હજી આવતા ૨૪ કલાક દરમિયાન અને ૪,જુલાઇએ ભારે વરસાદ વરસે તેવાં કુદરતી પરિબળો સર્જાયાં છે.૧થી ૪,જુલાઈએ થાણે,પાલઘરમાં, રાયગઢ,રત્નાગિરિ, સિંધુદુર્ગમાં શ્રીકાર વર્ષા (યલો –ઓરેન્જ એલર્ટ)થાય તેવી શક્યતા છે.
આવતા ચાર દિવસ(૧થી ૪, જુલાઇ) દરમિયાન મધ્ય મહારાષ્ટ્રનાં પુણે, કોલ્હાપુર, સાતારામાં અનરાધાર વરસાદ(યલો એલર્ટ) વરસે તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે.
રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીએ મરાઠવાડામાં પ્રમાણમાં ઓછો વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળે છે.જાેકે આવતા ચાર દિવસ દરમિયાન મરાઠવાડામાં મધ્યમ વર્ષા થવાની શક્યતા છે.
મુંહવામાન ખાતાનાં સિનિયર વિજ્ઞાાની સુષમા નાયરે એવી માહિતી આપી હતી કે ૨૦૨૩ની ૨૪ થી૨૯,જુલાઇ દરમિયાન મુંબઇમાં કુલ ૯૫ ટકા કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે. જાેકે છેલ્લા છ દિવસ દરમિયાનબઇમાં મધ્યમથી મુશળધાર વરસાદ વરસ્યો હોવા છતાં જૂનના સરેરાશ વરસાદની સરખામણીએ શહેરમાં ઓછી વર્ષા થઇ છે. ઉદાહરણરૃપે દર વરસે જૂનમાં કોલાબામાં સરેરાશ ૫૪૨.૩ મિલિમીટર વર્ષા નોંધાય છે. જ્યારે ૨૦૨૩ના જૂનમાં ૩૯૫ મિ.મિ. વરસાદ વરસ્યો છે. જાેકે આમાંનો ૩૭૧.૪ મિ.મિ. વરસાદ તો ૨૪થી ૨૯, જૂન દરમિયાન નોંધાયો છે.
સાથોસાથ દર જૂનમાં સાંતાક્રૂઝમાં ૫૩૭.૩ મિ.મિ. વર્ષા નોંધાય છે, જ્યારે ૨૦૨૩ની ૧ થી ૨૯, જૂન સુધીમાં ૫૦૨.૯ મિ.મિ. વર્ષા નોંધાઇ છે. મહત્વની બાબત તો એ છે કે ૨૪ થી ૨૯, જૂન દરમિયાન ૪૮૫ મિ.મિ. વરસાદ વરસ્યો છે.
આજે ૩૦, જૂને રાતના ૮ -૩૦ સુધીમાં કોલાબામાં ૩૨.૪ મિ.મિ. જ્યારે સાંતાક્રૂઝમાં ૯૧.૦ મિ.મિ. વર્ષા નોંધાઇ હતી. આજ દિવસ સુધીમાં કોલાબામાં કુલ ૪૨૪.૮ મિ.મિ.(૧૬.૯૯ ઇંચ) જ્યારે સાંતાક્રૂઝમાં કુલ ૫૪૯.૬ મિ.મિ.(૨૧.૯૮ ઇંચ) વરસાદ નોંધાયો છે.
આજે કોલાબામાં દિવસનું તાપમાન ૨૮.૮ અને રાતનું તાપમાન ૨૪.૮ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં દિવસનું તાપમાન ૨૭.૫ અને રાતનું તાપમાન ૨૪.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૬ –૮૯ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૯૩ -૮૭ ટકા રહ્યું હતું.