મુંબઇના મેયર કિશોરી પેડનેકરને ફોન કરી જીવ થી મારી નાખવાની ધમકી આપવા બદલ, ગુજરાતમાંથી એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસની ટીમે તેને શોધી કાઢી ને તેની ધરપકડ કરી લીધી છે. આવતીકાલે તેને મુંબઇ લાવવામાં આવશે.
મળતી માહિતી મુજબ 21 ડિસેમ્બરે મેયરને, અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો ફોન આવ્યો હતો. આ વ્યક્તિએ પેડનેકરને જીવ થી મારી નાખવાની ધમકી આપી હતી. તેણે તેમનુ અપમાન કરતા ગાળો પણ આપી હતી. ત્યાર બાદ આ મામલે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ધરપકડ બાદ હવે તેની પોલીસ તપાસમાં ખુલાસો થશે કે, તેણે આવુ કેમ કર્યું, એમ પોલીસે જણાવ્યુ હતુ.