મુંબઇ-અમદાવાદ માર્ગ પર ખાનીવડે ટોલ પ્લાઝા નજીક, આજે સવારે ત્રણ વાહનો વચ્ચે એક વિચિત્ર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખાનિવડે ટોલ પ્લાઝા નજીક, ત્રણ વાહનોનો વિચિત્ર અકસ્માત થયો હતો. અકસ્માતમાં ટેન્કર પલટી ગયુ હતુ. અકસ્માત બાદ વાહનમાં આગ લાગી હતી. જેના કારણે રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમણે તરત જ હાઇવેની ગાડીઓને સાઈડ પર કરવાનુ કામ શરૂ કર્યું.