ભાવનગર જિલ્લામાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, ડુંગળીની આવક શરૂ થતાં સમયે ખેડૂતોને ડુંગળીના પ્રતિમણના ૫૦૦ થી ૬૦૦ રૂપિયા મળી રહ્યા હતા, હાલમાં માર્કેટયાર્ડ ખાતે ડુંગળીની આવકમાં વધારો થતાં ભાવ ગગડીને તળિયે બેસી ગયા છે ખેડૂતોને હાલમાં ડુંગળીના ભાવ પ્રતિમણના ૧૫૦ થી ૪૦૦ સુધી મળી રહ્યા છે જે ભાવ તેના ઉત્પાદન ખર્ચ સામે ખૂબ ઓછા ભાવ મળતા હોવાથી ખેડૂતો સરકાર પાસે યોગ્ય ભાવ ની માંગ કરી રહ્યા છે.
ભાવનગર જિલ્લો ડુંગળીનું મોટું હબ ગણાય છે, સમગ્ર રાજ્યમાં થતી ડુંગળીનો ૪૦ ટકાથી વધુ હિસ્સો એકલા ભાવનગર જિલ્લાનો હોય છે, જેમાં મહુવા અને તળાજા તાલુકાના ખેડૂતો સૌથી વધુ ડુંગળીનું વાવેતર કરતા હોય છે, ખેડૂતોને ડુંગળીના વાવેતરથી લણવા સુધીમાં અનેક ગણો ખર્ચ થાય છે, ડુંગળીનું બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, પિયત, જાળવણી, લણવા ની મજૂરી અને ખેતરેથી માર્કેટયાર્ડ સુધી લઈ જવા પાછળ ખૂબ ખર્ચ ભોગવવો પડે છે.
ગત ચોમાસા અને ત્યાર બાદ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો મોટો ભાગનો ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે, ડુંગળીમાં પ્રતિ હેકટર ૨૦૦ મણથી વધુનો ઉતારો મળતો હોય છે, જે કમોસમી વરસાદના કારણે ઘટીને ૫૦ થી ૬૦ મણ પ્રતિ હેક્ટર થઈ ગયો છે, ઉતારો ઓછો મળવાના કારણે ખેડૂતોની ડુંગળીની પડતર કિંમતમાં પણ વધારો થતો હોય છે, જેથી ડુંગળીના ભાવો ગગડી જતાં વાવેતર પાછળ થયેલા ખર્ચની પણ ભરપાઈ કરવી મુશ્કેલ બની છે.
હાલ માર્કેટયાર્ડમાં નવી ડુંગળીની પુષ્કળ આવક શરૂ થઈ ગઈ છે, માર્કેટયાર્ડ ખાતે રોજની ૧૦ થી ૧૫ હજાર ગુણી ડુંગળી ઠલવાઈ રહી છે, આવકની શરૂઆત સમયે ખેડૂતોને ડુંગળીના ખૂબ સારા ભાવ પ્રતિમણ ૫૦૦ થી ૬૦૦ રૂપિયા મળતા હતા, પરંતુ આવક વધતા ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે.
હાલમાં ખેડૂતોને ડુંગળીના પ્રતિમણના ૧૫૦ થી સારામાં સારી ડુંગળીના ૪૦૦ રૂપિયા સુધીના ભાવ મળતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ડુંગળીની આવક વધવા સામે તેના ભાવ સતત ગગડી રહ્યા છે, ખેડૂતો ને ડુંગળીના ઓછા ભાવ પોષાય તેમ નથી, તેમજ હજુ તો ડુંગળીની આવક શરૂ જ થઈ છે અને આગળ જતાં જેમ જેમ આવક વધશે તેમ તેમ ભાવ પણ સતત નીચા જતા રહેશે જેથી ખેડૂતોએ સરકાર પાસે ડુંગળીના યોગ્ય ભાવ જળ