Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મહિલા કુશ્તીબાજાે સાથે જાતીય સતામણીના આરોપી સાંસદના રાજીનામાના પ્રશ્ન પર બ્રિજભૂષણ પત્રકાર પર ચિડાયા
    India

    મહિલા કુશ્તીબાજાે સાથે જાતીય સતામણીના આરોપી સાંસદના રાજીનામાના પ્રશ્ન પર બ્રિજભૂષણ પત્રકાર પર ચિડાયા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)ના ભૂતપૂર્વ વડા અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ મહિલા કુસ્તીબાજાે સાથેના જાતીય સતામણીના આરોપોની તપાસનો સામનો કરી રહ્યા છે.
    આ મામલે તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. એવામાં બ્રિજ ભૂષણ શરણ સિંહ દ્વારા મહિલા પત્રકાર સાથે ગેરવર્તન મામલો સામે આવ્યો છે. મહિલા પત્રકારે દાખલ થયેલી ચાર્જશીટ અંગે પ્રતિક્રિયા માંગી હતી.
    આના પર બ્રિજ ભૂષણ સિંહે મહિલા પત્રકાર સાથે ગેરવર્તન કર્યું હતું. આ દરમિયાન તેમણે મહિલા પત્રકારનું માઈક તોડી નાખ્યું હતું. એક રાષ્ટ્રીય ટીવી ચેનલની મહિલા પત્રકારે બ્રિજ ભૂષણને યૌન ઉત્પીડન કેસને લઈને પ્રશ્નો પૂછ્યા હતા. જવાબ આપવાનો ઈન્કાર કરતાં બ્રિજ ભૂષણે કારનો દરવાજાે બંધ કરી દીધો, જેનાથી માઈકને નુકસાન થયું. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    મળતી માહિતી મુજબ બ્રિજ ભૂષણ શરણ સિંહ દિલ્હી એરપોર્ટથી બહાર આવી રહ્યા હતા. તેઓ કાર તરફ જઈ રહ્યા હતા એ સમયે મહિલા પત્રકારે તેમને યૌન શોષણના આરોપો અંગે પ્રશ્ન પૂછ્યો હતો. એક આહેવાલ મુજબ પત્રકારે પૂછ્યું કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પૂછે છે કે પાર્ટી તમને કેમ બહાર કેમ નથી કરી રહી. બ્રિજ ભૂષણ સિંહે પણ આ પ્રશ્નનો કોઈ જવાબ આપ્યો ન હતો.આ પછી જ્યારે મહિલા પત્રકારે બ્રિજ ભૂષણને તેમના રાજીનામા અંગે સવાલ કર્યો તો તેઓ ગુસ્સે થઈ ગયા. આ પછી બ્રિજભૂષણ સિંહ પોતાની કાર તરફ જવા લાગ્યા, ત્યારે મહિલા પત્રકારે ફરી એ જ સવાલ પૂછ્યો હતો. તે પ્રશ્નનો જવાબ ન આપતા બ્રિજભૂષણ સિંહે પોતાની કારનો દરવાજાે જાેરથી બંધ કર્યો હતો.. આ દરમિયાન રિપોર્ટરનું માઈક વચ્ચે આવી ગયું હતું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Petrol Pump: ભારત 1 લાખ પેટ્રોલ પંપ નેટવર્કને પાર કરી ગયું, વિશ્વનું ત્રીજું સૌથી મોટું દેશ બન્યું

    December 25, 2025

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.