Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મહારાષ્ટ્રમાં ભયંકર અકસ્માત થયો નાશિક નજીક બસ ખીણમાં ખાબકતાં એકનાં મોતની આશંકા
    India

    મહારાષ્ટ્રમાં ભયંકર અકસ્માત થયો નાશિક નજીક બસ ખીણમાં ખાબકતાં એકનાં મોતની આશંકા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 12, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મહારાષ્ટ્રના નાશિકમાં એક ભયકંર અકસ્માતની ઘટના બની છે જેમા નાશિકના સપ્તશ્રૃંગી ગઢ ઘાટ નજીક એક બસ ઊંડી ખીણમાં ખાબકી છે. બસ સપ્તશ્રૃંગી કિલ્લાથી ખામગાંવ તરફ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનાની માહિતી મળતાં જ નાસિકના પાલક મંત્રી અકસ્માત સ્થળ પર પહોંચ્યા છે. સપ્તશ્રૃંગી કિલ્લા પર સ્થાનિક રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ દ્વારા રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

    સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ બસ દુર્ઘટનામાં એક મહિલાના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બસમાં કુલ ૨૨ મુસાફરો સવાર હતા. આ અકસ્માત સવારે ૬.૫૦ કલાકે થયો હતો. અકસ્માતમાં ૧૮ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    આ ઘટનાની માહિતી મળતાં જ પાલક મંત્રી દાદા ભુસે ઘટના સ્થળે પહોચ્યા હતા. સ્થાનિક અહેવાલો મુજબ આ એક મોટી દુર્ઘટના હોવાનું કહેવામાં આવી રહ્યું છે કારણ કે બસ સીધી ૪૦૦ ફૂટ નીચે ઉંડી ખીણમાં પડી હતી. બસ રાતભર સપ્તશ્રૃંગી કિલ્લા પર રોકાઈ હતી અને આજે સવારે ફરીથી ખામગાંવ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.