મહારાષ્ટ્રના કોંગ્રેસના સાંસદ સુરેશ ઉર્ફે બાલુ ધનોરકરે નાણામંત્રી ર્નિમલા સીતારમણને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે નાણામંત્રીને એવા પૂર્વ સાંસદોની પેન્શન બંધ કરવા માગ કરી હતી જે આર્થિકરૂપે મજબૂત છે. ર્નિમલા સીતારમણને લખેલા પત્રમાં ધનોરકરે કહ્યું કે લોકસભા અને રાજ્યસભાના ૪,૭૯૬ પૂર્વ સાંસદો પેન્શન લઈ રહ્યા છે અને તેમને પેન્શન ચૂકવવા માટે સરકાર દર વર્ષે ૭૦ કરોડ રૂપિયા ખર્ચ કરે છે. આ ઉપરાંત ૩૦૦ પૂર્વ સાંસદ એવા છે જેમનું તો નિધન થઈ ગયું છે અને તેમના પરિવારના સભ્યો હજુ પણ પેન્શનનો લાભ લઈ રહ્યા છે. ધનોરકરે પત્રમાં એવા અનેક પૂર્વ સાંસદોના નામ પણ ગણાવ્યા છે જે આર્થિકરૂપે મજબૂત છે અને તેમ છતાં પેન્શન લઈ રહ્યા છે. તેમાં રાહુલ બજાજ, સંજય દાલમિયા, માયાવતી, સીતારામ યેચુરી, મણિશંકર અય્યર, બોલીવુડ અભિનેત્રી રેખા અને સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર ચિરંજીવી સામેલ છે. ધનોરકરે આ પત્રમાં લખ્યું કે આર્થિકરૂપે મજબૂત અનેક પૂર્વ સાંસદ એવા છે જે પેન્શનનો લાભ લઈ રહ્યા છે. તેમણે નાણામંત્રીથી એવા સાંસદોની પેન્શન બંધ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે એવા પૂર્વ સાંસદો જે ઈનકમ ટેક્સના ૩૦% સ્લેબમાં આવે છે તેમને પેન્શનનો લાભ ન મળવો જાેઇએ. તેમણે કહ્યું કે હું એ વાતને લઈને આશ્વસ્ત છું કે કોઈપણ દેશભક્ત પૂર્વ સાંસદને તેને લઈને કોઈ વાંધો નહીં હોય.
લોકસભા અને રાજ્યસભાના સાંસદોની સેલરી અને પેન્શન માટે ૧૯૫૪થી કાયદો છે. સમયાંતરે તેમાં સુધારા થતા રહ્યા છે. લોકસભાનો કાર્યકાળ એટલે કે ૫ વર્ષ પૂરાં થવા પર ૨૫ હજાર રુપિયાની પેન્શનના તેઓ હકદાર બની જાય છે. એ જ રીતે જાે રાજ્યસભાનો એક કાર્યકાળ એટલે કે ૬ વર્ષ પૂરાં કરી લે તો દર મહિને તેમને ૨૭ હજાર રૂપિયા પેન્શન મળે છે. જાે કોઈ સાંસદ ૧૨ વર્ષ સુધી રાજ્યસભા સાંસદ રહે તો તેમને ૩૯ હજાર રૂપિયા પેન્શન દર મહિને મળે છે. આ તમામ માહિતી આરટીઆઈના જવાબમાં મળી હતી. લોકસભા અને રાજ્યસભા સાંસદોની પેન્શનની કામગીરી સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ સંભાળે છે.
એક આરટીઆઈના જવાબમાં સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસે જણાવ્યું કે લોકસભા અને રાજ્યસભાના પૂર્વ સાંસદોના પેન્શન પર ૨૦૨૧-૨૨માં ૭૮ કરોડથી વધુ ખર્ચ કરાયો હતો. અગાઉ ૨૦૨૦-૨૧માં ૯૯ કરોડ રૂ.થી વધુ ખર્ચ કરાયા હતા. એવો કોઈ નિયમ પણ નથી કે સાંસદો કે ધારાસભ્યો પેન્શન મેળવવા માટે એક નક્કી સમય સુધી આ પદે જળવાઇ રહે. એટલે કે જાે કોઈ એક દિવસ માટે પણ સાંસદ કે ધારાસભ્ય બની જાય તો તેને આજીવન પેન્શન મળે છે. ફક્ત પેન્શન જ નહીં પણ અનેક સુવિધાઓ મળે છે. જાે કોઈ સાંસદ ધારાસભ્ય પણ બની જાય તો તેને સાંસદની પેન્શન સાથે ધારાસભ્યનો પગાર પણ અપા છે. જ્યારે ધારાસભ્ય પદેથી હટે તો તેને સાંસદ અને ધારાસભ્ય એમ બંનેની પેન્શન મળવા લાગે છે.