નોબલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈ અને તેના પતિનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને નવા વર્ષે રિઝોલ્યુશન લેવા માટે એક ગેમ રમતા જાેવા મળે છે. વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે મલાલા અને તેના પતિ અસર મલિક મેજ પર થોડા અંતરે રાખેલા એક ગ્લાસમાં પેનને ફેંકવાની કોશિશ કરતા એ નક્કી કરે છે કે તેમણે કયો રિઝોલ્યુશન લેવો જાેઈએ અને કયો નહીં. વાયરલ થઈ રહેલો આ વીડિયો એક મિનિટ ૨૨ સેકન્ડનો છે. વીડિયોમાં મલાલા તેના હસબન્ડને પૂછે છે કે શું મારે આવનારા વર્ષે જિમમાં જવું જાેઈએ? ત્યારબાદ તે પેન ગ્લાસમાં નાખવા માટે ફેંકે છે જાે કે તેમનું નિશાન ચૂકી જાય છે. ત્યારબાદ તેમના પતિ અસર પૂછે છે કે શું આપણે પ્લે સ્ટેશન ખરીદવું જાેઈએ અને પેનને ગ્લાસ તરફ ઉછાળીને ફેકે છે.
પરંતુ આ નિશાન પણ ચૂકી જાય છે. મલાલા ફરીથી પૂછે છે કે શું અસરે પોતાની દાઢી હટાવવી જાેઈએ? જેનો જવાબ તે પોતે આપતા કહે છે કે ના, તમને આમ કરવાની મંજૂરી નથી. જાે તમે આમ કર્યું તો તમારે ઘર છોડવું પડશે. ત્યારબાદ અસર પૂછે છે કે શું મલાલાએ ‘નો શોપિંગ જાન્યુઆરી’ સેલિબ્રેટ કરવું જાેઈએ. ત્યારબાદ તેઓ પેન ફેંકે છે પરંતુ તે ગ્લાસ સાથે ટકરાઈને નીચે પડે છે. જેના પર મલાલા કહે છે કે આ ખુબ નજીક હતું. ત્યારબાદ મલાલા આગામી સવાલ પૂછે છે કે મારે ઈન્સ્ટાગ્રામ પર હસન મિનાઝને અનફોલો કરવો જાેઈએ? અત્રે જણાવવાનું કે હસન મિનાઝ અમેરિકી કોમેડિયન છે જાે કે આ વખતે પણ તેમની પેન ગ્લાસ સાથે ટકરાઈને નીચે પડી જાય છે. મલાલા કહે છે કે હું વિચારું છું કે તેને હામાં ગણવું જાેઈએ. કારણ કે તેણે ગ્લાસને ટચ કર્યું છે. ત્યારબાદ અસર પૂછે છે કે શું મારે હસન મિનાઝને ફોલો કરવો જાેઈએ. પરંતુ તેમનું પણ પેન ગ્લાસથી ઘણી આગળ જઈને પડે છે. વીડિયોના અંતમાં મલાલા એવું કહેતા સંભળાય છે કે હસન મિનાઝ સહિત જે પણ આ વીડિયો જુએ છે તેમણે છોકરીઓના શિક્ષણ માટે મલાલા ફંડમાં દાન કરવું જાેઈએ. આ વખતે તેઓ પોતે ઉઠીને નજીકથી ગ્લાસમાં પેન નાખે છે.