ટીવી એન્કર માંથી ફિલ્મ અભિનેતા અનિલ નેદુમંગડુ ના પાર્થિવ દેહને શનિવારે તિરુવનંતપુરમ સ્થિત તેમના ઘરે લાવવામાં આવશે. આ પહેલા, તેના મૃતદેહને કોરોના પરીક્ષણ અને પોસ્ટ મોર્ટમ માટે, કોટ્ટયમ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. ત્યારબાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
તમને જણાવી દઇએ કે, ‘અયપ્પનમ કોશીયુમ’ ફિલ્મમાં પોલીસ અધિકારીની લાજવાબ ભૂમિકા ભજવનારા 48 વર્ષીય ફિલ્મ અભિનેતા અનિલ નેદુમંગડુ, શુક્રવારે સાંજે મલંકારા ડેમ નજીક સ્નાન કરતી વખતે ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. તે પોતાની નવી ફિલ્મ ‘પીસ’ના શૂટિંગના સંબંધમાં થોડુપુઝામાં હતો. સાંજના 6 વાગ્યે તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા.
અનિલ નેદુમંગડુ એ મલયાલમ ટેલિવિઝન ચેનલોમાં એન્કર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી અને ત્યારબાદ કેટલીક ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી. મલયાલમ ફિલ્મ ઉદ્યોગના કલાકારો પૃથ્વીરાજ, દુલારે સલમાન, બીજુ મેનન, સૂરજ વેંજારામુદુ અને અન્ય લોકોએ અનિલના મોત પર શોક વ્યક્ત કર્યો છે.