મધ્યપ્રદેશના ખરગોનમાં રામનવમીના અવસર પર શોભાયાત્રા દરમિયાન તવડી વિસ્તારમાં અને ગૌશાળા માર્ગ પર પથ્થરમારો અને આગના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે. અસામાજિક તત્વોએ કેવી રીતે હંગામો મચાવ્યો તે લોકો દ્વારા બનાવવામાં આવેલા વીડિયો અને સીસીટીવી ફૂટેજ પરથી સામે આવી રહ્યું છે. ૬૫ વર્ષની વૃદ્ધ મહિલાથી લઈને ૬ વર્ષની બાળકી પણ ભયભીત છે.
શહેરમાં ૧૦ એપ્રિલે રામનવમીની શોભાયાત્રા દરમિયાન સાંજે ૫ઃ૩૦ વાગ્યા બાદ ઘણી જગ્યાએ સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. ઘણી જગ્યાએ તો સ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે, લોકો હવે બે-ત્રણ દિવસ પછી ગુપ્ત રીતે બનાવેલા વીડિયો અને સીસીટીવી ફૂટેજ બહાર કાઢીને પોતાની વ્યથા જણાવી રહ્યા છે. તવડી વિસ્તારમાં પેટ્રોલ બોમ્બ ફેંકીને આગ ચાંપવામાં આવી હતી અને સાંજના સમયે ઈંટ અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં એક યુવક પોતાની છત પરથી સીસીટીવી કેમેરાને બીજી તરફ તરફ ફેરવી રહ્યો છે અને તે જ સમયે તેની પાછળ એક બીજાે પક્ષ પથ્થરમારો કરી રહ્યો છે.
ઘણા પીડિતોએ વધુ સીસીટીવી ફૂટેજ બનાવ્યા અને વીડિયો સાથે પોલીસ સ્ટેશનમાં જઈને પુરાવા આપ્યા પરંતુ હજુ સુધી સીસીટીવીમાં દેખાતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી કે, તેમની સામે કોઈ કેસ નોંધવામાં નથી આવ્યો. આ જ સ્થિતિ ગૌશાળા માર્ગની પણ છે ત્યાં સાંજે ૫ઃ૪૫ વાગ્યા સુધી એક એક કરીને સેંકડો લોકો ભેગા થઈ ગયા હતા અને હથિયાર, લાકડી, પથ્થર, ઈંટ લઈને સતત હુમલો કરતા નજર આવી રહ્યા છે. ઘણા ઉપદ્રવીઓ તો સીસીટીવી બહાર કાઢતા પણ જાેવા મળ્યા હતા. તેમ છતાં તેનું કૃત્ય એક સીસીટીવીમાં કેદ થઈ હતું. તવડી વિસ્તારની ૬ વર્ષની બાળકી પથ્થરમારાનો શિકાર બની હતી. તેના હાથ અને કમર પર પથ્થરો વાગ્યા છે. આ બાળકી હજુ પણ ડરી રહી છે. આ જ સ્થિતિ ૬૫ વર્ષના ચંદુભાઈની પણ છે તેમણે જણાવ્યું હતું કે, મેં મારા જીવનમાં ક્યારેય આવો ઉપદ્રવ નથી જાેયો.