Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મધ્યપ્રદેશમાં એક ભયકંર માર્ગ અકસ્માત મધ્યપ્રદેશમાં ટ્રક નદીમાં ખાબકતાં ત્રણ બાળક સહિત પાંચનાં મોત
    India

    મધ્યપ્રદેશમાં એક ભયકંર માર્ગ અકસ્માત મધ્યપ્રદેશમાં ટ્રક નદીમાં ખાબકતાં ત્રણ બાળક સહિત પાંચનાં મોત

    Shukhabar DeskBy Shukhabar DeskJune 28, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મધ્યપ્રદેશમાં એક ભયકંર માર્ગ અકસ્માતની ઘટનાના અહેવાલ મળી રહ્યા છે જેમા એક મહિલા ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે. આ ઉપરાંત કેટલાક લોકો ઘાયલ થયા છે જેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
    મધ્યપ્રદેશમાં ફરી એકવાર મોટો રોડ અકસ્માત થયો છે. રાજ્યના દતિયા જિલ્લામાં એક ટ્રક વાહન નદીમાં પલટી જતા ૩ બાળકો એક મહિલા સહિત ૫ લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે હાજર પહોંચી ગઈ છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ સમગ્ર ઘટના દતિયાના દુરસાડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બુહારા ગામની છે. જ્યાં નિર્માણાધીન બ્રિજ પાસે ચાલકની બેદરકારીના કારણે ટ્રક નદીમાં ખાબક્યો હતો. આ અકસ્માતમાં ત્રણ બાળકો, એક વૃદ્ધ મહિલા અને એક યુવકનું મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
    જણાવવામાં આવી રહ્યું છે કે તમામ ટીકમગઢના જટારાથી લગ્ન સમારોહમાં સામેલ થવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રક નદીમાં પલટી ગઈ હતી. આ અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામ થયો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં મૃતક અને ઘાયલોની ઓળખ થઈ શકી નથી. આ મામલે તપાસ ચાલી રહી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Petrol Pump: ભારત 1 લાખ પેટ્રોલ પંપ નેટવર્કને પાર કરી ગયું, વિશ્વનું ત્રીજું સૌથી મોટું દેશ બન્યું

    December 25, 2025

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.