આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ના ઉપલક્ષ્યે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ, નાગરિકોને વિશેષ અપીલ કરી હતી.
ઉપરાષ્ટ્રપતિએ ટ્વિટર પર કહ્યું, “આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિન નિમિત્તે, આપણે આપણા રાષ્ટ્રીય જીવનમાં આ દુષ્ટતાનો અંત લાવવા હાકલ કરીએ છીએ. ભ્રષ્ટાચાર એ, સમાવિષ્ટ આર્થિક વિકાસમાં અવરોધકારક છે. ભ્રષ્ટાચાર વિકાસના નબળા વર્ગને વંચિત રાખે છે, અને સમાજમાં માનવ સંવેદનાઓ અને મૂલ્યોનો નાશ કરે છે.’